ફરસી પુરી રેસીપી, મેંદો નહીં આ 4 લોટ મિક્સ કરો

Jul 15, 2025, 04:05 PM

ફરસી પુરી રેસીપી

ફરસી પુરી નાસ્તામાં ખાવા માટે ઉત્તમ વિકલ્પ છે. જો કે બજારમાં મોટાભાગે મેંદાના લોટ માંથી બનેલી ફરસી પુરી વેચાય છે. મેંદો સ્વાસ્થ્ય માટે સારો નથી.

મેંદા વગર ફરસી પુરી રેસીપી

અહીં મેંદાના લોટ વગર ઘરે ફરસી પુરી બનાવવાની સરળ રેસીપી આપી છે. આ રીતે બનાવેલી ફરસી પુરી સ્વાસ્થ્ય માટે સારી રહે છે અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે.

ફરસી પુરી બનાવવા માટે સામગ્રી

ઘઉંનો લોટ, ચણાનો લોટ, ચોખાનો લોટ, સોજીનો લોટ, અજમો, સફેદ તલ, મોણ માટે 2 ચમચી ઘી, બેકિંગ સોડા, પાણી અને તેલ

પુરી માટે લોટ તૈયાર કરો

એક બાઉલમાં સૌથી પહેલા 1 -1 વાટકી ઘઉંનો લોટ, ચણાનો લોટ, ચોખાનો લોટ અને અડધી વાટકી સોજીનો લોટ ચાળી લો

અજમો અને તલ ઉમેરો

હવે તેમા વાટેલું અજમો, સફેદ તેલ, મીઠું ઉમેરો, ત્યાર પછી મોણ માટે 2 ચમચી ઘી ગરમ કરી લોટમાં ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો.

ગરમ પાણી વડે લોટ બાંધો

એક તપેલીમાં ગરમ પાણી કરો, ત્યાર પછી ધીમે ધીમે પાણી ઉમેરી લોટ બાંધો, લોટ બાંધીને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો જેથી લોટ નરમ અને ફુલશે

પુરી બનાવો

પુરી બનાવતા પહેલા લોટને બરાબર મસળી લો, હવે લોટ માંથી નાના લુઆ બનાવી પુરી વણવી લો. તમારી ઇચ્છા મુજબ ગોળ કે ત્રિકોણ આકારની પણ ફરસી પુરી વણવી લો.

પુરીમાં કાણા પાડો

પુરીમાં ચમચી કે ચાકુ વડે નાના નાના કાણાં પાડો, જેનાથી પુરીમાં વધારે તેલ રહેશે નહીં

પુરી સુકાવા દો

પુરી બનાવ્યા બાદ તેને 20 થી 30 મિનિટ સુધી સુકાવા દો. પુરી સુકાવાથી ક્રિસ્પી બને છે

તેલમાં પુરી તળો

હવે ગેસ ચાલુ કરી કઢાઇમાં તેલ બરાબર ગરમ થયા એટલે પુરી તળો. બંને બાજુથી પુરી સહેજ બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો

ફરસી પુરી ડબ્બા સ્ટોર કરો

તેલમાં તળ્યા બાદ પુરી ઠંડી થાય બાદ હવાચુસ્ત ડબ્બામાં ભરી રાખી મૂકો. સવારે અને સાંજે ચા સાથે કે નાસ્તો કરવાની ઇચ્છા થાય ત્યારે મેંદા વગરની ઘરે બનાવેલી ફરસી પુરી ખાવાની મજા માણો.