Fathers Day Special | પરફેક્ટ મૂંગ દાળનો હલવો બનાવવાની ટિપ્સ, તમારા પપ્પા ખુશ થઇ જશે !

Jun 12, 2025, 04:04 PM

મીઠાઈ ખાવાનું કોને ન ગમે? આ રવિવારે ફાધર્સ ડે આવે છે આ દિવસને ખાસ બનાવવા માટે તમે તમારા પપ્પા માટે આ ખાસ સ્વીટ બનાવી શકો છો.

મગની દાળ ખુબજ હેલ્ધી માનવામાં આવે છે, મગની દાળનો હલવો (moong dal halwa) બનાવી શકો છો. જે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી તૈયાર કરી શકો છો.

મગની દાળનો હલવો બનાવવા ફક્ત ડ્રાયફ્રૂટ્સ અને ઘીની માત્રા મર્યાદિત કરવી પડશે. અહીં જાણો મગની દાળનો હલવો રેસીપી (moong dal halwa recipe)

મગની દાળનો હલવો રેસીપી

મગની દાળનો હલવો બનાવવા માટે, સૌપ્રથમ 4 થી 5 કલાક માટે પલાળેલી દાળને પીસી લો અને તેની બરછટ પેસ્ટ બનાવો.

મગની દાળનો હલવો રેસીપી

ઘી ઉમેરો. હવે તેમાં સોજી અને ચણાનો લોટ ઉમેરો અને રંગ બદલાય ત્યાં સુધી શેકો. આ પછી, મગ દાળની પેસ્ટ ઉમેરો.

મગની દાળનો હલવો રેસીપી

હવે દાળનો રંગ બદલાય ત્યાં સુધી શેકો. બીજી બાજુ, એક તપેલીમાં પાણી લો અને ખાંડ ઉમેરીને ચાસણી તૈયાર કરો.

મગની દાળનો હલવો રેસીપી

ચાસણીમાં ઈલાયચી પાવડર અને કેસરના તાર ઉમેરો. તેને ઘટ્ટ ન બનાવો, ફક્ત ખાંડ ઓગળી જાય ત્યાં સુધી રાંધો.

મગની દાળનો હલવો રેસીપી

જ્યારે દાળ કુક થઇ જાય, ત્યારે બદામ અને કાજુ ઉમેરો અને થોડી સેકન્ડ માટે શેકો. ચાસણી ઉમેરો અને કુક કરો. હલવો ઘી છોડે એટલે હલવો તૈયાર છે.

મગની દાળનો હલવો બનાવાની ટિપ્સ

મગની દાળનો હલવો બનાવવા માટે, યોગ્ય માત્રામાં ઘીનો ઉપયોગ કરો. ઘી ગરમ કરો ત્યારે તેમાં ક્યારેય સીધી દાળ ના નાખો.

મગની દાળનો હલવો ટિપ્સ

સૌ પ્રથમ, એક ચમચી સોજી અને ચણાનો લોટ ઉમેરો અને રંગ બદલાય ત્યાં સુધી રાંધો.

મગની દાળનો હલવો ટિપ્સ

સોજી અને ચણાનો લોટ ઉમેરવાથી તેને બળતી અટકાવે છે, હલવાને સતત હલાવતા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો દાળ તળિયે ચોંટી શકે છે અને બળી શકે છે.

ઓટ્સની વિવિધ રેસીપી, વજન ઘટાડવા માટે ફાયદાકારક