Fitness Tips : હિટ સ્ટ્રોકથી બચવા કરો યોગ, શરીરને આપશે ઠંડક

May 10, 2024, 04:09 PM

હીટ સ્ટ્રોક સામે રક્ષણ

ફાલસાનો રસ પીવાથી સનબર્ન અને હીટ સ્ટ્રોકથી સામે રક્ષણ મળી શકે છે.

પરંતુ યોગ કરવાથી ગરમીમાં રાહત મળે છે. ન માત્ર હાઈપરટેન્શન, હ્રદય અને શ્વસન સંબંધી રોગો અને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ પરંતુ બધા યોગાભ્યાસ કરી શકે છે.

શીતલી પ્રાણાયામ

આ પ્રાણાયામ શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે અને મગજના તે સેન્ટરને અસર કરે છે જે શરીરનું તાપમાન જાળવી રાખે છે.

શીતલી પ્રાણાયામ

શરીરને ઠંડક આપવા ઉપરાંત, તણાવ જેવી સમસ્યા ઘટાડે છે. જો સૂતા પહેલા પ્રેક્ટિસ કરવામાં આવે તો અનિદ્રાનો પણ એક ઉપચાર છે.

કેવી રીતે કરશો?

તમારું મોં ખોલો અને શક્ય તેટલી આરામથી તમારી જીભને બહાર કાઢો. પછી તમારી જીભને કર્લ કરો અને જીભને ફોલ્ડ કરી રાખો.

કેવી રીતે કરશો?

પછી ફોલ્ડ કરેલી જીભમાંથી શ્વાસ લો અને તમારી જીભ અને ઉપરના તાળવાને સ્પર્શતી ઠંડી હવાનો અનુભવ કરો. શક્ય હોય ત્યાં સુધી શ્વાસ લો.

તમે પાંચ રાઉન્ડથી શરૂઆત કરી શકો છો અને વધારે ગરમીમાં, 10 રાઉન્ડ સુધી આ પ્રેક્ટિસ કરી શકો છો.