ઉનાળામાં ગરમીના લીધે દાળ શાક જલદી બગડી જાય છે. બપોરે બનેલું ભોજન સાંજ સુધીમાં વાસ મારવા લાગે છે. અહીં દાળ શાક રાખવાની 5 ટીપ્સ આપી, જેનાથી ઉનાળાની ગરમીમાં ભોજન ઝડપથી બગડશે નહીં અને લાંબા સુધી ફ્રેસ રહેશે.
ઉનાળામાં દાળ શાકમા લસણ, ડુંગળી, આદુ અને ગરમ મસાલો નાંખવાથી ઝડપથી બગડી જાય છે. આથી ઉનાળામાં ઓછા લસણ, ડુંગળી, આદુ અને ગરમ મસાલો નાંખવો જોઇએ.
ટામેટા અને ડુંગળી વગર દાળ હોય કે શાક બેસ્વાદ લાગે છે. જો કે ભોજનમાં ઓછા બંને ચીજનો ઓછો ઉપયોગ કરવાથી દાળ શાક ઝડપથી બગડતા નથી.
મોટાભાગના લોકોને ઠંડું ખાવું ગમતું નથી. આથી દાળ શાક ફરી ગરમ કરી જમતા હોય છે. ભોજન 1 થી વધુ વખત ગરમ કરવાથી ખરાબ થઇ જાય છે. આથી ઉનાળામાં દાળ શાક ગરમ કરવાનું ટાળવું જોઇએ.
ઘણી વખત ફ્રીજમાં મૂક્યા બાદ પણ ભોજન બગડી જાય છે. તેનું કારણ મોડેથી ફ્રીજમાં મૂકવું છે. આથી ભોજન ઠંડુ થયા તરત જ ફ્રીજમાં મૂકી દો.
ઘણા લોકોને વધેલું ભોજન જેમ કે દાળ ભાત, એક જ વાસણમાં મિક્સ કરી ફ્રીજમાં રાખવાની આદાત હોય છે. આનાથી દાળ શાક બગડી જવાની સંભાવના રહે છે. આથી દાળ શાક સહિત દરેક વાનગી અલગ અલગ વાસણમાં ભરી ફ્રીજમાં મૂકવી જોઇએ.