Dhokla: 5 પ્રકારના ઢોકળાની રેસીપી, તમને ક્યાં ભાવે છે?

Jul 08, 2025, 02:53 PM

ઢોકળા રેસીપી

ઢોકળા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. નાના બાળકથી લઇ મોટી ઉંમરના લોકોને ઢોકળા ખાવા ગમે છે. ઢોકળા સવાર કે રાતે પણ ખાઇ જાય છે.

5 પ્રકારના ઢોકળા રેસીપી

જો તમે એક ને એક પ્રકારના ઢોકળા ખાઇ કંટાળી ગયા છો અને કંઇક યુનિક ખાવાની ઇચ્છા છે તો અહીં તમારા માટે અલગ અલગ 5 પ્રકારના ઢોકળા બનાવવાની રીત આપી છે. આ ઢોકળા રેસીપી ટ્રાય કરી શકાય છે.

પરંપરાગત ઢોકળા

પરંપરાગત ઢોકળા ચણાની દાળ અને ચોખાના લોટ માંથી બને છે. આ લોટ માંથી ખીરું બનાવી તેમા આથો લાવવાનો હોય છે. ત્યારબાદ સ્ટીમર કે ઢોકળીયામાં ઢોકળા બનાવવાના હોય છે. ત્યાર પછી બાફેલા ઢોકળા વઘારવા માટે તેલમાં રાઇ, મીઠા લીમડા અને લીલા મરચાનો તડકો લગાવો. આ ઢોકળા કઢી કે ચટણી સાથે ખાવો..

સેન્ડવિચ ઢોકળા રેસીપી

સેન્ડવિચ ઢોકળા નાના બાળકથી લઇ મોટી ઉંમરના વ્યક્તિને ખાવા ગમે છે. ચોખા અને અડદની દાળના ખીરા માંથી સેન્ડવિચ ઢોકળા બને છે. ઢોકળા બાફતી વખતે ઢોકળાની વચ્ચે ગ્રીન ચટણીનું પડ મૂકવામાં આવે છે. સેન્ડવિચ ઢોકળા જોવામાં આકર્ષક હોય છે.

ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા રેસીપી

ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા પણ ચોખા અને ચણાના લોટના આથા વાળા ખીરા માંથી બને છે. જો કે લાઇવ ઢોકળા બાફતી વખતે લાલ મરચું કે ગરમ મસાલાનો પાઉડર છાંટવાનો હોય છે. લાઇવ ઢોકળા વધારવામાં આવતા નથી. ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા બની ગયા બાદ તરત જ લસણ અને લાલ મરચાની ચટણી સાથે ખાવાના હોય છે.

રવા ઢોકળા રેસીપી

રવા ઢોકળા પણ ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. રવામાં દહીં, બેકિંગ સોડા અને પાણી ઉમેરી ખીરું બનાવો. ઓચિંતા મહેમાન આવી જાય કે કંઇક અલગ વાનગી ખાવાની હોય તો રવા ઢોકળા બનાવી શકાય છે.

બીટરૂટ ઢોકળા રેસીપી

બીટરૂટ ખાવું ઘણા બાળકોને પસંદ નથી હોતું. આવી સ્થિતિમાં, તમે તેમાંથી સ્વાદિષ્ટ ઢોકળા બનાવી શકો છો. બીટરૂટ ઢોકળા સ્વાદની સાથે સાથે દેખાવમાં પણ આકર્ષક લાગે છે.