અળસી તલ ટામેટા ચટણી રેસિપી - જાણો રીત અને ફાયદા

Jan 09, 2025, 03:12 PM

અળસી ખાવાના ફાયદા

અળસી કે જેને અંગ્રેજીમાં Flaxseed કહેવામાં આવે છે, તે આરોગ્ય માટે અનેક ફાયદાઓ ધરાવે છે

અળસી બિમારીઓથી બચાવે

પોષક તત્વોથી ભરપૂર અળસી નિયમિત ખાવાથી અનેક બિમારીઓથી બચી શકાય છે

અળસી હ્રદય માટે બેસ્ટ

Flax seed benefits for Heart: અળસી હ્રદય માટે ફાયદાકારક છે, આ ઉપરાંત પાચનતંત્ર, વજન ઘટાડે છે અને ડાયાબિટીશ માટે ઉપયોગી છે.

અળસી તેલ અને મુખવાસ

અળસી તેલ તેમજ વિવિધ રીતે ખાઇ શકાય છે. રોટલી, દાળ શાકમાં ઉમેરીને તેમજ મુખવાસ તરીકે પણ લઇ શકાય

અળસી ચટણી

આરોગ્ય માટે બેસ્ટ અળસી સાથે તલ અને ટામેટાની ચટણી બનાવવાની આસાન રીત જાણીએ

અળસી ચટણી સામગ્રી

અળસી 4 ચમચી, તલ 2 ચમચી, ટામેટા 2 નંગ, લસણ 4 કળી, સૂકા લાલ મરચાં 3થી4, લીંબુનો રસ, કઢીપત્તા, મીઠું અને તેલ 1 ચમચી

અળસી અને તલ હલકા શેકો

સૂકા તવા પર અળસી અને તલને હલકા શેકી લો અને પછી રુમ ટેમ્પરેચર પર ઠંડા થવા દો

ટામેટા લસણ મરચાં ફ્રાય કરો

તવામાં ચમચી તેલ નાંખી સૂકા લાલ મરચાં, લસણની કળી સાંતળી લો. પછી એમાં ટામેટા થોડા ફ્રાય કરી લો

ચટણી માટે બધું ગ્રાઇન્ડ કરો

શેકેલી અળસી, તલ, ટામેટા, મરચા, લસણના મિશ્રણને મિક્સરમાં નાંખી ઝીણું ગ્રાઇન્ડ કરી લો

અળસી ચટણી તૈયાર

મિશ્રણ બરોબર થઇ જાય પછી એમાં જરૂરીયાત મુજબ મીઠું, મરચું અને લીબુંનો થોડો રસ ઉમેરો

તડકો લગાવી સર્વ કરો

ચટણી તૈયાર છે જેની પર તમે કઢીપત્તા અને મરચાનો તેલમાં તડકો લગાવી ઉપર કોથમીર કે ફુદીનાથી ગાર્નિશ કરી શકો છો.