Jul 14, 2025
1 કપ સિંગોડાનો લોટ ,3-4 બાફેલા બટાકા, 1 કપ શિંગદાણા, શેકેલા અને ફોતરાં કાઢી અધકચરા વાટેલા, 2 લીલા મરચાં, છીણેલું આદુ, 1/2 ચમચી જીરું, 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ફરાળી મીઠું, પાણી, જરૂર મુજબ, તેલ જરૂર મુજબ, 1 વાટકી દાડમ અને દ્રાક્ષ, 1 ચમચી મરી પાઉડર
સૌ પ્રથમ બટાકા બાફી નાખો, અને તેની છાલ કાઢીને રાખો, બીજી બાજી મસાલો તૈયાર કરો.
મસાલા માટે શેકેલા અને ફોતરાં કાઢી અધકચરા વાટેલા લીલા મરચાં, છીણેલું આદુ બધું મિક્ષ કરીને વાટી લો.
એમાં હવે જીરું ઝીણી સમારેલી કોથમીર, લીંબુનો રસ, ફરાળી મીઠું, દાડમ અને દ્રાક્ષ, મરી પાઉડર નાખીને મિક્ષ કરો અને સ્ટફિંગ તૈયાર કરો.
હવે બાફેલા બટાકાને મેશ કરો એમાં જરૂર લાગે એમ શિંગોડાનો લોટ ઉમેરો અને લોટ બાંધો
હવે લોટમાંથી થોડું લુઓ લઈને એમાં થોડું સીંગનું બનાવેલું સ્ટફિંગ ભરો. બફવડા તૈયાર કરી લો, તેલ ગરમ કરીને બધા બફવડા તળી લો, અને બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન થવા દો, થઇ જાય એટલે ગરમ ગરમ બફવડા સર્વ કરો.