1 કપ મોરૈયો, 2 કપ દૂધ, 2 ચમચી ઘી, 1 કપ છીણેલું પનીર
1 કપ ખાંડ, 1/2 કપ પાણી, 4-5 ફોલેલી ઈલાયચી, ચપટી કેસર (વૈકલ્પિક) તળવા માટે તેલ
સૌ પ્રથમ મોરૈયાને ધોઈને પલાળી રાખો ત્યારબાદ થોડી માં પાણી નિતારી લો, કડાઈમાં ઘી ગરમ કરી એમાં મોરૈયા ઉમેરી ધીમા તાપે 3 મિનિટ સાંતળી લો.
તેમાં દૂધ મિક્સ કરો. ધીમા તાપે સતત મિક્સ કરતા રહો. દૂધ ઘટ્ટ થાય તેમ મિશ્રણ માવા જેવું લાગે એટલે છીણેલું પનીર ઉમેરી મિક્સ કરો.
હવે તૈયાર થયેલ માવાને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. તેને હાથથી બરાબર મસળીને એકદમ લીસો અને નરમ કરી લો.
એક પેનમાં ખાંડ અને પાણી લો અને તેને ગરમ કરો,ખાંડ ઓગળે એટલે ઈલાયચી ઉમેરો, ચાસણીને એક તારની થાય ત્યાં સુધી ઉકાળો
માવામાંથી નાના બોલ બનાવી લો. ધ્યાન રાખો કે કોઈ તિરાડ ન હોય, એક કડાઈમાં તેલ ગરમ કરો ધીમા તાપે બોલને સોનેરી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો.