500 ગ્રામ ઘી, 250 ગ્રામ ગોળ, 500 ગ્રામ રાજગરાનો લોટ, 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ગંઠોડા પાવડર, 1 ચમચી ખસખસ, 1/2 ચમચી જાયફળ પાવડર, 2-3 ચમચી કાપેલા બદામ-પિસ્તા
સૌ પ્રથમ કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રાજગરાનો લોટ ઉમેરો અને ધીમા તાપે શેકો. લોટને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે સુગંધિત થાય અને સોનેરી બદામી રંગનો થાય.
લોટ શેકાઈ જાય પછી કડાઈને નીચે ઉતારી લો, શેકેલા લોટમાં ગોળ ઉમેરો અને ચમચાથી હલાવતા રહો. ગરમ લોટની ગરમીથી ગોળ આપમેળે ઓગળી જશે.
ગોળ ઓગળી જાય પછી તેમાં સૂંઠ પાવડર, ખસખસ અને જાયફળ પાવડર ઉમેરી એમાં બદામ-પિસ્તા ઉમેરો.
એક થાળી અથવા ટ્રેને ઘીથી ગ્રીસ કરી લો, તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલી થાળીમાં પાથરી લો અને ચમચાની મદદથી દબાવીને સપાટ કરી લો.
તેને ગરમ હોય ત્યારે જ ચોરસ અથવા મનપસંદ આકારમાં કાપી લો, ઠંડુ થાય પછી ટુકડાને અલગ કરી લો અને સર્વ કરો.