Food For Healthy Skin : તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે આ ફૂડનું કરો સેવન
રોજબરોજના કામના તણાવ, વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે આપણે સ્વાસ્થ્ય પ્રત્યે એટલું ધ્યાન આપી શકતા નથી અને શરીરની કાળજી લેવાનો સમય નથી મળતો. તેની અસર ત્વચા પર જોવા મળે છે. સ્કિનને હેલ્થી રાખવા માટે અમુક પોષકતત્વોની જરૂર હોય છે,
તમારી ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં તમારો આહાર મુખ્ય ભૂમિકા ભજવે છે. તમારા આહારમાં ઝિંક અને વિટામિન સી જેવા પોષક તત્વોનો સમાવેશ કરવાથી તમારી ત્વચાના સ્વાસ્થ્યને ફાયદો થશે.
ચાલો જોઈએ કે ત્વચાના સ્વાસ્થ્ય માટે કયા પાંચ ખોરાક ઉપયોગી છે.
કાજુઃ કાજુમાં કોપર અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ તમારી ત્વચાને ગ્લો કરવામાં મદદ કરે છે.
ફેટી ફિશઃ ફેટી ફિશ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ ત્વચાને સ્વસ્થ અને મુલાયમ રાખવાનું કામ કરે છે.
એવોકાડોઃ એવોકાડોસ મોનોઅનસેચ્યુરેટેડ ચરબીથી ભરપૂર હોય છે. એવોકાડો માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. કારણ કે તેમાં રહેલા પોષક તત્વો ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
સાઇટ્રસ ફળો: નારંગી, બેરી, લીંબુ જેવા સાઇટ્રસ ફળોમાં વિટામિન સી તમારી ત્વચા માટે ફાયદાકારક રહેશે.
બ્લેક પેપર : લાલ અને પીળી કેપ્સિકમને 'વિટામિન સી'નો સૌથી વધુ સ્ત્રોત માનવામાં આવે છે. તે કોલેજનના પ્રોડક્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, એક પ્રોટીન જે ત્વચાની તંદુરસ્તી અને સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે.
Lemon And Honey Water Benefits : લીંબુ અને મધ મિક્ષ કરી પીવાના ફાયદા, જાણો