Jul 05, 2025
ગુજરાતી હોય અને એને ખીચું ન ભાવે એ વાત માનવામાં ન આવે. કારણ કે દરેક ગુજરાતી ઘરોમાં ખીચું બનતું હોય છે.
ખીચું બનાવવું સરળ અને સ્વાસ્થ્ય માટે પણ સારું હોવાથી મોટાભાગના લોકોને પસંદ હોય છે.
પરંતુ રેગ્યુલર ખીચું ખાઈને કંટાળી ગયા છો તો અલગ અને નવા પ્રકારનું ખીચું બોલ બનાવી શકો છો. તો ફટાફટ નોંધીલો સરળ રેસીપી
પોણા બે કપ જેટલું પાણી, ટેસ્ટ પ્રમાણે મરચાં, એક ઈંચ જેટલો આદુનો ટુકડો, મીઠું, એક ચમચી જીરું, અડધી ચમચી અજમો.
બે ચમચી સફેદ તલ, બે ચપટી ખાવાના સોડા, બે મોટી ચમચી સિંગતેલ, કાપેલા લીલા ધાણા, એક કપ ચોખાનો લોટ, મેથી મસાલો.
એક તપેલી કે કઢાઈમાં પોણા બે કપ જેટલું પાણી લઈને ધીમા ગેસ પર ઉકાળવા મુકી દો અને તેમાં લીલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરો.પાણીને ઉકળવા દો.
પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી જીરું, અડધી ચમચી અજમો, બે ચમચી સફેદ તલ, બે ચપટી ખાવાના સોડા, બે મોટી ચમચી સિંગતેલ ઉમેરી પાણીને ઉકળવા દો.
ચાપ પાંચ મિનિટ સુધી પાણી ઉકળે ત્યારે એક કપ જેટલા એકદમ ઝીણા સમારેલા લીલા ધાણાં નાંખવા. ધાણા પાછળથી ઉમેરવા નહીં તો કાળા પડી જશે.
એકદમ પાણી ઉકળી જાય ત્યારે તેમાં એક કપ ચોખાનો લોટ ધીમે ધીમે ઉમેરતા જઈશું અને વેલણ વડે હલાવતા જઈશું. ત્યારબાદ 4-5 મિનિટ ધીમા તાપે ચડવવા દઈશું.
બફાયેલા ખીચાને ગેસ પરથી નીચે ઉતારીને તેમાં એક ચમચી સિંગતેલ ઉમેરીને સારી રીતે હલાવી હાથવેડ નાના નાના બોલ બનાવી કાણાં વાળી ચારણી કે ડીસમાં મુકવા.
એક કઢાઈમાં કાંઠલો મીકીને તે અડધો ડૂબે એટલું પાણી નાંખો અને ખીચુંના બોલવાળી ચારણીને ઉપર મુકીને ઢાંકીને 5 મિનિટ સુધી બાફવા મુકી દો.
આ બોલ બફાઈ જાય ત્યારે તેને અલગ વાસણમાં કાઢીને તેના ઉપર કાપેલા લીલા ધાણા, મેથી મસાલો અને એક ચમચી સિંગતેલ નાંખીને મીક્સ કરો. હવે આ બોલ ખાવા માટે તૈયાર છે.