ચોમાસામાં બહારની નહીં પણ બહાર જેવી પાણીપુરી ઘરેજ બનાવો, જાણો રેસીપી

Jul 07, 2025, 02:17 PM

ક્રિસ્પી પુરી રેસીપી સામગ્રી

1/2 કપ સોજી, 1 ચમચી મેંદો, ચપટી મીઠું, ગરમ પાણી (કણક માટે)

પાણીપુરી પાની માટે સામગ્રી

1 કપ ફુદીનો, 1/2 કપ કોથમીર, 1 ચમચી આમલીનો પલ્પ, 1 ઇંચ આદુ, ૨ લીલા મરચાં, મીઠું, સંચળ પાઉડર, અને એક લીંબુનો રસ

પાણીપુરી સ્ટફિંગ માટે સામગ્રી

6-7 બાફેલા બટાકા, 1 કપ બાફેલા ચણા, ચાટ મસાલો , મીઠું, સંચળ પાઉડર, શેકેલા જીરુંનો પાઉડર અને આમચૂળ પાઉડર

ક્રિસ્પી પુરી રેસીપી

સૌ પ્રથમ એક બાઉલમાં ગરમ પાણી લો એમાં મીઠું, સોજી અને મેંદો નાખીને થોડો કડક એવો લોટ બાંધો. તેને 30 મિનિટ રેસ્ટ આપો.

ક્રિસ્પી પુરી રેસીપી

હવે એમાંથી લોટ લઈને પાતળા નાના ગોળા કાપો. હવે તેને સહેજ જાડી એવી પુરી વણો, બધી પૂરીને આ રીતે વણીને રાખો.

ક્રિસ્પી પુરી રેસીપી

હવે પૂરીને ગરમ તેલ મૂકીને કડાઈમાં સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

પાણીપુરી પાની રેસીપી

સૌ પ્રથમ એક સમારેલ ફુદીનો, કોથમીર, આદુ અને લીલા મરચાને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરી લો, હવે એમાં આંબલીનો પલ્પ અને મીઠું, સંચળ પાઉડર નાખીને પાણી નાખો.

પાણીપુરી પાની રેસીપી

પાણી નાખ્યા બાદ તમે એમાં શેકેલું જીરું, બુંદી પણ ઉમેરી શકો છો, થોડી વાર માટે પાણીને ફ્રિજમાં મુકો.

પાણીપુરી સ્ટફિંગ માટે સામગ્રી

6-7 બાફેલા બટાકા, 1 કપ બાફેલા ચણા, ચાટ મસાલો , મીઠું, સંચળ પાઉડર, શેકેલા જીરુંનો પાઉડર અને આમચૂળ પાઉડર નાખીને કોથમીર મિક્ષ કરો.

મકાઈની વિવિધ રેસીપી, વરસાદી માહોલમાં કરો ટ્રાય, મજા પડશે