મકાઈની વિવિધ રેસીપી, વરસાદી માહોલમાં કરો ટ્રાય, મજા પડશે

Jul 05, 2025, 05:13 PM

મકાઈએ ચોમાસામાં વધારે જોવા મળે છે, જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનો ઉત્તમ ઓપ્શન છે. તેની મીઠાશ અને દાણાદાર રચના તેને અનેક વાનગીઓ માટે યોગ્ય બનાવે છે. અહીં જાણો મકાઈ ની રેસીપી

મકાઈ ચાટ

મકાઈની ચાટએ ગુજરાતની એક લોકપ્રિય વાનગી છે. આ વાનગીમાં બાફેલી મકાઈને બટરમાં વઘારવામાં આવે છે. એમાં ચાટ મસાલા, લીંબુ અને મીઠું નાખીને બનાવામાં આવે છે.

પાલક મકાઈનું શાક

મકાઈનું શાક તાજા દાણામાંથી બનાવવામાં આવે છે. તેમાં પાલક, ડુંગળી, ટામેટાં અને વિવિધ મસાલાઓનો ઉપયોગ કરીને એક સ્વાદિષ્ટ ગ્રેવી બનાવવામાં આવે છે. આ શાકને રોટલી, ભાખરી, કે ભાત સાથે પીરસવામાં આવે છે.

મકાઈ હાંડવો

સ્વીટકોર્ન હાંડવોમાં મકાઈના દાણાને ખીરામાં ઉમેરવામાં આવે છે, જે તેને એક નવો સ્વાદ અને રચના આપે છે. આ હાંડવો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે, જેને સવારના નાસ્તામાં કે સાંજના હળવા ભોજન તરીકે ખાઈ શકાય છે.

કોર્ન ટિક્કી

બાફેલી મકાઈ, ચણાનો લોટ, રવો અને અન્ય મસાલાઓનું મિશ્રણ હોય છે. તેની ટિક્કી બનાવી શેકવામાં આવે છે તે સ્વાદ તેને ખૂબ જ અનોખો બનાવે છે.

સ્વીટકોર્ન સૂપ

સ્વીટકોર્ન સૂપ ચોમાસામાં પીવાની મજા આવે છે અને સ્વાસ્થ્ય માટે ગુણકારી છે, તેને બાફીને એમાં અન્ય વેજેટેબલ્સ નાખીને બનાવામાં આવે છે.

આ ઉપરાંત પણ કોર્ન સલાડ, કોર્ન કટલેટ, અને કોર્ન વડા વગેરે બનાવામાં આવે છે, આ રેસિપી જરૂર અજમાવી જોજો.

વેજીટેબલ ઢોકળા રેસીપી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ !