Suran Sabji Recipe | સુરણનું શાક, ચોમાસામાં ગુણકારી આ શાકભાજી!

Jul 10, 2025, 12:25 PM

Tasty Suran Sabji Recipe : ચોમાસામાં ઠંડા વાતાવરણમાં ગરમાગરમ અને સ્વાદિષ્ટ શાક ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આવા સમયે, સુરણનું શાક એક ઉત્તમ વિકલ્પ છે.

સુરણનું શાક સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે ફાઇબર, વિટામિન્સ અને ખનીજોથી ભરપૂર હોય છે. અહીં સુરણનું શાક બનાવવાની એક સરળ અને સ્વાદિષ્ટ રેસીપી જાણો

સુરણ નું શાક રેસીપી સામગ્રી

500 ગ્રામ સુરણ, 2 ચમચી તેલ, 1 નાની ચમચી રાઈ, 1 નાની ચમચી જીરું, ચપટી હિંગ, 1/2 ઇંચ આદુનો ટુકડો, 2-3 લીલા મરચાં, 2 ડુંગળી (ઝીણી સમારેલી)

સુરણ નું શાક રેસીપી સામગ્રી

1 ટામેટું (ઝીણું સમારેલું), 1/2 નાની ચમચી હળદર પાવડર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા-જીરું પાવડર, 1/2 નાની ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી આમચૂર પાવડર, મીઠું સ્વાદ અનુસાર, 1/2 કપ પાણી, તાજા કોથમીર

સુરણનું શાક રેસીપી

સૌ પ્રથમ સુરણને સારી રીતે ધોઈને છાલ ઉતારો, તેના ટુકડા કરો. સુરણ કાપતી વખતે હાથમાં તેલ લગાવી શકાય જેથી ખંજવાળ ન આવે.

સુરણનું શાક રેસીપી

એક કડાઈમાં પાણી ગરમ કરો તેમાં સુરણના ટુકડા અને ચપટી હળદર ઉમેરી, 5 મિનિટ માટે ઉકાળી લો. આમ કરવાથી સુરણની થોડું નરમ પણ પડશે.

સુરણનું શાક રેસીપી

કડાઈમાં તેલ ગરમ કરો, એમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ તતડે અને જીરું શેકાય એટલે તેમાં હિંગ ઉમેરો, એમાં ઝીણું સમારેલું આદુ અને લીલા મરચાં ઉમેરી, એક મિનિટ સાંતળો.

સુરણનું શાક રેસીપી

ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી, તે શેકાય એટલે ટામેટું ઉમેરો, હવે તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા-જીરું પાવડર અને મીઠું ઉમેરી બધું મિક્સ કરો.

સુરણનું શાક રેસીપી

મસાલાને ધીમા તાપે એક મિનિટ શેકો જેથી તે સચવાઈ જાય, એમાં બાફેલા સુરણના ટુકડા ઉમેરી, મિક્ષ કરો જેથી મસાલો સુરણ પર બરાબર ચોંટી જાય.

સુરણનું શાક રેસીપી

હવે તેમાં થોડું પાણી ઉમેરો, બરાબર મિક્સ કરો અને કડાઈને ઢાંકીને ધીમા તાપે 10 મિનિટ સુધી કુક કરો, શાક તૈયાર થાય તેમાં ગરમ મસાલો ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.

ચોખાની નહિ આ વસ્તુની બનાવો હેલ્ધી અને ટેસ્ટી ખીર !