2 કપ મકાઈ, 2 બાફેલા બટેટા, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ (સ્વાદ અનુસાર), 2-3 ચમચી કોથમીર, 2-3 ચમચી ચોખાનો લોટ, 1/2 ચમચી જીરું, 1/2 ચમચી ચાટ મસાલો, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર, તળવા માટે તેલ
બાફેલી મકાઈને મિક્સર ગ્રાઈન્ડરમાં અધકચરી વાટી લો, એમાં મેશ કરેલા બટેટા, આદુ-મરચાની પેસ્ટ, ઝીણી સમારેલી કોથમીર, જીરું, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
બધી સામગ્રી મિક્સ કરી તેમાં ચોખાનો લોટ ઉમેરો અને બધું બરાબર ભેળવી લો, મિશ્રણમાંથી નાના-નાના લુવા લઈ ગોળ અથવા લંબગોળ ટીક્કીનો આકાર આપો.
એક કડાઈમાં તેલ ગરમ કરો, એક પછી એક ટીક્કી તળો, ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
ગરમા-ગરમ મકાઈ ટીક્કીને લીલી ચટણી, ટામેટા કેચઅપ અથવા દહીં સાથે સર્વ કરો. ચા સાથે પણ આ ટીક્કી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ટીક્કીને વધુ પૌષ્ટિક બનાવવા માટે તમે તેમાં ઝીણા સમારેલા ગાજર, વટાણા કે કેપ્સિકમ પણ ઉમેરી શકો છો.