Health Tips: પેટની ગરમીમાંથી છુટકારો મેળવવા આ 6 ઉપાય અજમાવો
Jan 23, 2023
shivani chauhan
એલોવેરાની તાસીર ઠંડી હોય છે, રીજ સવારે એલોવેરાનો જ્યુસ પીવાથી તમારા પેટની ગરમીમાં રાહત આપી શકે છે.
ફુદીનામાં મેન્થોલ હોય છે જેની તાસીર ઠંડી હોય છે, એટલે તેનું સેવન કરીને તમે પેટની ગરમીમાંથી છુટકારો મેળવી શકો છો.
દહીંમાં હાજર લેક્ટિક એસિડ તમારી પાચન શક્તિને મજબૂત બનાવામાં મદદ કરે છે અને સાથે પેટની ગરમીથી છુટકારો અપાવે છે.
વરિયાળીની તાસીર ઠંડી હોય છે, પેટની ગરમીને શાંત કરવા માટે તમે રોજ એક ચમચી વરિયાળીનું પાણી પી શકો છો.
નારિયેળ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જેને પિવાથી બોડી હંમેશા હાઈડ્રેટ રહે છે અને આ પેટની ગરમીને નિકાલ કરવામાં મદદ કરે છે.
કેળાની તાસીર ઠંડી છે, તે પેટના એસિડને નિષ્ક્રિય કરવામાં મદદ કરી શકે છે, અને કેળા માત્ર આલ્કલાઈન નથી તે પેક્ટિનથી પણ ભરપૂર છે, તેમાં દ્રાવ્ય ફાઇબર છે જે ખોરાકનું સરળતાથી પાચન કરે છે. કેળા પેટની ગરમીમાંથી જલ્દી મુક્તિ અપાવે છે.