Jun 13, 2025
કાજુમાં ઝેક્સાન્થિન એન્ટીઑકિસડન્ટ હોય છે, જે આંખોને યુવી કિરણો અને પ્રદૂષણથી બચાવવામાં મદદ કરે છે. તે રેટિનાને સુરક્ષિત રાખે છે અને ચેપનું જોખમ ઘટાડે છે.
કેરીમાં બીટા-કેરોટીન અને વિટામિન A હોય છે, જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. તે મુક્ત રેડિકલ સામે રક્ષણ આપે છે અને ડ્રાયનેસની સમસ્યા ઘટાડે છે.
પાલકમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન હોય છે, જે આંખોને હાનિકારક પ્રકાશથી રક્ષણ આપે છે. તે રેટિનાને સુરક્ષિત કરે છે અને આંખોનો થાક ઘટાડે છે.
નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આંખના કોષોને મજબૂત બનાવે છે અને દ્રષ્ટિ સુધારે છે. તે આંખોમાં બળતરા અને સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે.