Health Tips : ગેસ સામે લડવા માટે આ ખોરાકનું સેવન લાભદાયી
ડાયેટિશિયન ગરિમા ગોયલના જણાવ્યા અનુસાર, અમુક ખોરાક પણ શરીરને ગેસ સામે અસરકારક રીતે લડવામાં મદદ કરી શકે છે, નીચે કેટલાક કુદરતી ઉપાયો છે જે તમે અજમાવી શકો છો.
તુલસીની ચા: એક ગ્લાસ પાણીમાં તુલસીના થોડાં પાન ઉકાળો અને ગેસથી રાહત મેળવવા માટે આ મિશ્રણ પીવો.
હર્બલ ટી: જીરું અને વરિયાળીને 10-10 ગ્રામ ઉકળતા પાણીમાં 20 મિનિટ માટે પલાળીને તેનું સેવન કરો અને તરત જ રાહત મળે છે.
વરિયાળીના બીજ: ગેસની સમસ્યા માટે વરિયાળી એ વર્ષો જૂનો ઉપાય છે. જો તમે અસ્વસ્થતા અનુભવતા હોવ તો એક ચમચી ચાવો.
દહીં: દહીં જેવા પ્રોબાયોટિક્સ પાચન સુધારવામાં મદદ કરે છે અને પેટમાંથી વધારાનો ગેસ દૂર કરે છે.
ધાણા : આ દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને જો તમને વારંવાર ફૂલેલું લાગે તો ખાલી પેટ તેનું સેવન કરો.