½ કપ ઘઉંના લોટ, ½ કપ મેંદો, 1 ચમચી ઘી, 1½ કપ નાળિયેરનું છીણ, 1/2 કપ કાજુ અને બદામનો ભૂકો, ¾ કપ ખાંડ, ¼ ટીસ્પૂન લીલી એલચી પાવડર
સૌ પ્રથમ ઘઉંનો લોટ અને મેંદાનો લોટ મિક્ષ કરો એમાં સહેજ ઘી અને પાણી ઉમેરી લોટ બાંધી કણક તૈયાર કરો.
ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરો એમાં ડ્રાય ફ્રૂટ્સ, કોપરાનું છીણ, ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરો, મિશ્રણને સતત હલાવતા રહો અને થોડીવાર માટે શેકી લો.
મિશ્રણ થઇ જાય એટલે હવે સાઈડ પર રાખો, કણક માંથી થોડો લોટ લઈને નાની પાતળી રોટલી બનાવી તૈયાર કરેલ મિશ્રણ એમાં ભરી લો.
હવે આ રીતે બધા મોદક તૈયાર કરી લો અને એક મોટી કડાઈમાં તેલ ગરમ અને મોદકને ફ્રાય કરી લો. તૈયાર થઇ જાય એટલે ગણપતિ બાપ્પાના પ્રસાદમાં ફ્રાઈડ મોદક ધરો.