ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ પનીર પુલાવ સરળ રેસીપી સાથે, તમારા મિત્રો ખાઈ થઇ જશે ખુશ!

Jul 31, 2025, 03:41 PM

ફ્રેન્ડશીપ ડે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે આવે છે, આ વખતે 3 ઓગસ્ટએ ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવામાં આવશે, એવામાં તમે તમારા ફ્રેન્ડ્સને કંઈક ખાસ ખવડાવા માંગતા હોવ તો આ રેસીપી ટ્રાય કરો.

પનીર પુલાવ જલ્દી બની જાય છે, ફ્રેન્ડશીપ ડે પર આ વખતે તમારા મિત્રોને ઘરે ઇન્વાઇટ કરો અને આ ટેસ્ટી પુલાવ ખવડાવો, જાણો પનીર પુલાવ રેસીપી

પનીર પુલાવ રેસીપી સામગ્રી

1 કપ તેલ, 2 તમાલપત્ર, 2 ચમચી જીરું, 1 ટુકડો તજ, અઢી કપ સમારેલી ડુંગળી, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા પાવડર, 2 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ

પનીર પુલાવ રેસીપી સામગ્રી

½ કપ દહીં, 1 કપ ટામેટાની પ્યુરી, 4 લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી કસુરી મેથી, 3 કપ પાણી, 2 કપ, મીઠું જરૂર મુજબ, 2 ચમચી ઘી

પનીર પુલાવ રેસીપી

કડાઈમાં તેલ ગરમ કરો બધા આખા મસાલા ઉમેરો. થઇ જાય એટલે સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતળો.

પનીર પુલાવ રેસીપી

હવે તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, આદુ અને લસણની પેસ્ટ ઉમેરો. ફેંટેલું દહીં ઉમેરો, દહીંને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી તેલ મસાલાથી અલગ થવાનું શરૂ ન થાય.

પનીર પુલાવ રેસીપી

હવે ટામેટાની પ્યુરી, લીલા મરચાં, મીઠું અને કસુરી મેથીના પાન ઉમેરો. તેમાં પાણી ઉમેરો અને ઉકળવા દો. પછી જરૂર મુજબ મીઠું ઉમેરો અને તેને બાજુ પર રાખો.

પનીર પુલાવ રેસીપી

પનીરના ટુકડાને એક પ્લેટમાં ઉપર મીઠું, હળદર અને લાલ મરચું પાવડર છાંટો. 15 મિનિટ રહેવા દો, પેનમાં તેલ ગરમ કરો તેમાં પનીરના ટુકડા ઉમેરો. પનીર સારી રીતે કુક કરો.

પનીર પુલાવ રેસીપી

પનીર સોનેરી થાય એટલે કાઢીને પ્લેટમાં રાખો. હવે વાસણમાં પાણી ઉકાળો. તેમાં મીઠું, તમાલપત્ર, નાખીને ચોખાને ઉકળતા પાણીમાં નાખો અને રાઈસ કુક કરો.

પનીર પુલાવ રેસીપી

મસાલો ફરીથી ગરમ કરો અને તેમાં તળેલું પનીર ઉમેરો. પછી ગેસ બંધ કરો હવે ભાત ઉમેરીને ઘી રેડો અને થોડી વાર માટે રાંધો થઇ જાય એટલે ગરમ ગરમ પનીર પુલાવ સર્વ કરો.

Farali Aloo Paratha | સાત્વિક ફરાળી આલુ પરાઠા રેસીપી, ઉપવાસમાં રહેશે એનર્જી