Sep 16, 2025
સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં ભોજનની સાથે તળેલા મરચાં ખવાતા હોય છે. બધા સાદી રીતે મરચાં તળતા હોય છે.
જોકે, અહીં તમને તળેલા મરચાની સિગ્નેચર રેસીપી વિશે જણાવીશું. આ રેસીપીથી બનેલા મરચાં શાકની પણ ગરજ સારે છે.
આ મરચાને રોટલી, ભાખરી, થેપલા, પરાઠા સાથે આરામથી ખાઈ શકાય છે. ચાલો જાણીએ રેસીપી.
લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી દાણા પાઉડર, અડધી ચમચી હળદર પાઉડર, એક ચમચી લીંબુનો રસ, અને બે ચમચી છીણેલો ગોળ.બે ચમચી તેલ.
સૌથી પહેલા લીલા કડક મરચા લેવાં. તેને સારી રીતે ધોઈને તેના ઉપરના ડિંટા કાઢીને બાઈટ સાઈઝમાં કટ કરી લેવા. મરચામાં પાણી રહી ન જાય એનું ધ્યાન રાખવું.
એક પેનમાં બે ચમચી તેલ લઈ લો અને તેને ગરમ થવા દો. ત્યારબાદ અડધી ચમચી હળદર પાઉડર લઈને સારી રીતે મીક્સ કરો અને ઉપરથી મરચા ઉમેરો.
ધીમા તાપે મરચાને ચડવા દો. મરચાનો કલર બદલા ત્યાં સુધી રાંધતા રહો. ત્યારબાદ અડધી ચમચી ધાણાજીરું પાઉડર ઉમેરો.
મરચા ચડી જા ત્યારે બે ચમચી છીણેલો ગોળ ઉમેરવો અને ચાર ચમચી પાણી ઉમેરવું અને સારી રીતે ગલાવો ગોળ ઓગળી જાય ત્યાં સુધી ચડવા દો.
મરચાં એકદમ ચડી જાય ત્યારે તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરવો અને થોડી વાર ચડવા દેવું. આમ તૈયાર થઈ જશે તમારા ગોળવાળા તળેલા મરચાં.