Oct 04, 2025
ફૂલવડી ગુજરાતીઓની પ્રિય ફરસાણ છે. ઘણા ભંડારા અને લગ્નમાં પણ ફૂલવડી જોવા મળે છે.
અહીં ફૂલવડીની રેસીપી જણાવી રહ્યા છીએ. જેનો તમને બહાર જેવો ટેસ્ટી સ્વાદ આવશે.
ચણાનો કરકરો લોટ, ખાટું દહીં, તેલ, હળદર, લાલ મરચું પાઉડર, રવો, આખા ધાણા, લીંબના ફૂલ, ગરમ મસાલો, કાળા મરી પાઉડર, મીઠું, ખાંડ, તલ, મીઠા સોડો, પાણી.
સૌ પ્રથમ એક કથરોટ લો. તેમાં દહીં અને ખાંડ નાખી સારી રીતે હલાવો જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય. આ પછી તેમાં તેલ અને મીઠા સોડા નાખી મિક્સ કરી લો
આ પછી તેમાં ચણાના લોટ, લીંબુના ફુલ, તલ, આખા ધાણા, કાળા મરી, હળદર, ગરમ મસાલો, મીઠું, લાલ મરચું પાઉડર અને રવો નાખીને હાથેથી બધુ સારી રીતે મિક્સ કરી લેવું. આ પછી લોટ બાંધી લેવો. જરૂર પડે તો પાણી નાખવું.
આ પછી લોટ ઉપર થોડું તેલ નાખવું અને આ લોટમાંથી હાથેથી ફૂલવડી વણી લેવી. તમારે જે નાની કે મોટી જે સાઇઝમાં બનાવવી હોય તે બનાવવી.
ત્યારબાદ ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે ફૂલવડી નાખો. ગેસને ધીમી આંચે રાખવો.
થોડી બ્રાઉન કલરની અને ક્રિસ્પી થાય એટલે ફૂલવડીને એક બાઉલમાં કાઢી લો. આવ રીતે તમારી ટેસ્ટી ફૂલવડી તૈયાર થઇ જશે.
ફૂલવડી ચા સાથે અને દહીં કે ચટણી સાથે ખુબ સરસ લાગે છે.