Gajak Recipe: ઈન્દૌરની પ્રખ્યાત ડ્રાયફ્રૂટ ગજક, મોંમાં મૂકતા જ ઓગળી જશે

Jan 07, 2025, 02:48 PM

ઈન્દૌરની પ્રખ્યાત ડ્રાયફ્રૂટ ગજક

ઉત્તરાયણ પર તલ માંથી બનેલી વાનગી ખાવામાં આવે છે. તલની ચીકી, લાડુ, કચરીયું અને ગજક પ્રખ્યાત છે. અહીં ઈન્દોરની પ્રખ્યાત ડ્રાયફ્રૂટ ગજક રેસીપી આપવામાં આવી છે. તલ અને ગોળ માંથી બનતી આ વાનગી ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે.

ડ્રાયફ્રૂટ ગજક રેસીપી

શેકેલા તલ, ઘી, ગોળ, તમારા મનપસંદ ડ્રાયફટ્સ જેમ કે બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષના નાના નાના ટુકડા

ડ્રાયફ્રૂટ ગજક રેસીપી

ડ્રાયફ્રૂટ ગજક બનાવવા માટે સૌથી પહેલા તલ શેકીને ખાંડણીમાં કે મિક્સરમાં અધકચરા કરી લો

ગજક રેસીપી

હવે ગેસ પર એક પેનમાં ઘી અને ગોળ નાંખી પાયો તૈયાર કરો

ગજક રેસીપી

હવે તેમા શેકેલા તલ નાંખો અને બધી સામગ્રી મિક્સ કરી લો. છેલ્લે તેમા ડ્રાયફુટ્સના ટુકડા નાંખી બરાબર મિક્લ કરી લો.

ગજક રેસીપી

થાળી કે પ્લાસ્ટિક પર તેલ લગાવો અને આ સામગ્રીને પાથરી દો.

ગજક રેસીપી

થોડીક ઠંડી થાય બાદ કટર કે ચાકુ વડે ગજક કાપી લો.

ગજક રેસીપી

તમે ઇચ્છો તો ગજકના ગોળ રોલ પણ બનાવી શકો છો.

ગજક ઉત્તરાયણ વાનગી

આ ડ્રાયફ્રૂટ ગજક હવા ચુસ્ત ડબ્બામાં પેક કરી લો. ઉત્તરાયણ પર ઈન્દોરની ફેમસ ડ્રાયફ્રૂટ ગજક વડે મહેમાનોનું મોં મીઠું કરાવો.