ગાજરના હલવાને ટક્કર મારે એવી ગાજરની બરફી ઘરે બનાવો, સીમ્પલ રેસીપી

Dec 12, 2025, 12:45 PM

શિયાળામાં ગાજરનો હલવો મોટાભાગના ઘરમાં ચોક્કસ બને છે. પરંતુ તમે ગાજરના હલવાને પણ ટક્કર મારે એવી ગાજરની બરફી પણ બનાવી શકો છો.

ગાજર બરફી બનાવવા માટે ગાજર ખમણવાની પણ જરૂર નથી પડથી અને કોઈપણ ઝંઝટ વગર બની જાય છે.

ઓછી વસ્તુઓમાં અલગ ટેસ્ટની ગાજર બરફી બનાવવાની રીત અહીં જાણીશું, તો ફટાફટ રેસીપી નોંધી લો.

સામગ્રી

500 ગ્રામ ગાજર, ઘી, બે કપ દૂધ, અડધો કપ ખાંડ, અડધો કપ ડ્રાયફ્રૂટ, અડધો કપ નાળિયેરની છીણ, અડધો કપ મીલ્ક પાઉડર,

ગાજરને ગ્રાઈન્ડ કરો

ગાજરને ધોઈ ઉપરથી રુછા છોલીને નાના નાના ટૂકડામાં કાપો અને ગ્રાઈન્ડરમાં નાંખીને ઝીણાં ગ્રાઈન્ડ કરી લો.

ડ્રાયફૂર્ટનો પાઉડર તૈયાર કરવો

એક મીક્સર જારમાં અડધો કપ કાજુ, બજામ અને અખરોટ લઈને ફાઈન પાઉડર તૈયાર કરો.અહીં તમને પસંદ હોય એ બધા ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો.

ગાજરના માવાને ઘીમાં શેકવો

એક પેનમાં બે ચમચી ઘી લઈને તેને ગરમ થવા દો અને ત્યારબાદ તેમાં ખમણેલા ગાજર ઉમેરીને ગાજરનો રંગ હલકો બદલાય ત્યાં સુધી શેકો.

દૂધ ઉમેરી શેકીશું

ગાજરનો રંગ હલકો બદલાય ત્યારે તેમાં બે કપ દૂધ ઉમેરીશું.અને મોટાભાગનું દૂધ બળીને મીશ્રણ ઘટ થાય ત્યાં સુધી શેકીશું.

ખાંડ ઉમેરીશું

મીશ્રણ ઘટ્ટ જેવું થાય ત્યારે તેમાં ખાંડ ઉમેરીશું, ખાંડ ગાજરના મીઠાશ પ્રમાણે વધ-ઘટ કરી શકો છો. મીશ્રણ ઘટ થાય ત્યારે ડ્રાયફ્રૂટ પાઉડર ઉમેરી સતત હલાવતા રહીશું.

થાળીમાં સેટ કરીશું

મીશ્રણ એકદમ ઘટ થઈ જાય ત્યારે તેને ઘી ચોપડેલી થાળીમાં કાઢીને સેટ કરીશું. ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિસ કરો. એકદમ સેટ થાય ત્યારે તેને કાપીને સર્વ કરીશું.