Aug 20, 2025
ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપાને મોદકનો ભોગ લગાવવામાં આવે છે. ભગવાન ગણેશને ચણાના લાડુ પણ પસંદ છે.
તમે ઘરે ચણાના ટેસ્ટી લાડુ બનાવી ભોગ લગાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
બરછટ ચણાનો લોટ, ઘી, ખાંડ, એલાઇચી પાવડર, હળદર.
સૌપ્રથમ એક કડાઈમાં દેશી ઘી નાખો અને તેમાં ચણાનો લોટ ઉમેરો અને ધીમા તાપે સોનેરી થાય ત્યાં સુધી શેકો
આ દરમિયાન તેમાં હળદર અને એલાઇચી ઉમેરો. જેથી હળદર પણ શેકાઈ જાય અને સારી રીતે મિક્સ થઈ જાય.
જ્યારે ચણાના લોટનો રંગ સોનેરી થઈ જાય ત્યારે તેમાં થોડું પાણી છાંટો અને ગેસની ફ્લેમ બંધ કરી દો. આનાથી ચણાનો લોટ દાણાદાર બને છે.
ગેસ બંધ કર્યા પછી સારી રીતે મિક્સ કરો અને થોડું ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી ખાંડ ઉમેરો અને સારી રીત મિક્સ કરો.
જો મિશ્રણ થોડું સુકું લાગે, તો દેશી ઘી ઓગાળીને થોડું ઉમેરો. ઝડપથી મિક્સ કરો અને લાડુ બનાવો.
આ પછી તમે તેમાંથી લાડુ બનાવી લો. તમે તેને ભગવાનને ભોગ લગાવી શકો છો.