Aug 20, 2025
1 ચમચી ઘી, 1 કપ ડેસીકેટેડ નારિયેળ, 1 કપ મિલ્ક પાવડર, 1 કપ ખજૂરની પેસ્ટ (દૂધમાં પલાળીને), 1/4 ચમચી ઈલાયચી પાવડર, જરૂર મુજબ દૂધ
સૌ પ્રથમ એક પેનમાં મધ્યમ તાપ પર 1 ચમચી ઘી ગરમ કરો. એમાં 1 કપ મિલ્ક પાવડર અને 1 કપ ખજૂરની પેસ્ટ (જરૂર મુજબ દૂધમાં પલાળેલી) ઉમેરો.
આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી બરાબર હલાવો. હવે એમાં 1 કપ સુકા નારિયેળ અને 1/4 ચમચી એલચી પાવડર ઉમેરો. સારી રીતે મિક્સ કરો. મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
મિશ્રણને મોદકમાં શેપ આપવા માટે મોદકના મોલ્ડનો ઉપયોગ કરો અને બધા મોદક તૈયાર કરો, અને બાપ્પાના પ્રસાદમાં ધરો.