Aug 18, 2025
કાજુ 250 ગ્રામ, દૂધ પાવડર 75 ગ્રામ, ખાંડ 50-75 ગ્રામ, 2-5 મિલી ગરમ પાણી,સહેજ ઘી, 1 કપ જેટલી કિશમિશ
સૌ પ્રથમ કાજુને મિક્સર ગ્રાઈન્ડરમાં લઈને કાજુનો પ્રોપર સારી રીતે પાઉડર બનાવી લો.
હવે આ પાઉડરને એક મોટા બાઉલમાં કાઢીને એમાં મિલ્ક પાઉડર મિક્ષ કરો અને સુગર પાઉડર એમ બધું મિક્ષ કરો.
હવે એક પેનમાં ઘી ગરમ કરો, એમાં આ પેસ્ટ ગરમ કરીને એમાં દૂધ નાખો અને સતત મિક્ષ કરતા રહો જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ન આવે.
હવે એમાં કિશમિશ નાખીને ફરી મિક્ષ કરો એમાં સહેજ ઘી નાખી થોડી વાર માટે રેસ્ટ આપો.
ત્યાર બાદ મોદકના મોલ્ડમાં એક પછી એક બધા મોદકનું ફીલિંગ ભરીને કાજુ કિશમિશ મોદક તૈયાર કરો અને ભગવાન ગણેશજીને પ્રસાદમાં ધરો.