Aug 20, 2025
ગણેશ ચતુર્થીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગણપતિ બાપ્પાને અલગ અલગ મીઠાઈઓથી આવકારવામાં આવે છે.
ગણપતિ બાપ્પાને પ્રિય ચુરમા લાડુને ઘરે બનાવી શકો છો. બાપ્પાના ભોગ માટે ચુરમા લાડુ બનાવવાની સિક્રેટ ટીપ્સ અહીં આપેલી છે.
આ ટીપ્સ અને પરફેક્ટ માપથી ચુરમા લાડુ બનાવવાથી લાડવા એકદમ સોફ્ટ બનશે. તો નોંધી લો રેસીપી.
બે કપ ઘઉંનો લોટ, 1/4 કપ સોજી, બેશન, ઘી, બદામ, કાજુ,ઘી તળવા માટે, ખસખસ, 1.25 કપ ગોળ,અડધી ચમચી ઈલાયચી અને જાયફળ પાઉડર.
સૌથી પહેલા એક તાસમાં બે કપ ઘઉંનો ભાખરીનો લોટ લેવો, તેમાં 1/4 કપ સોજી અને બેશન લેવું અને 1/4 કપ ઘી નાંખીને સારી રીતે મીક્સ કરવું.(સોજી અને બેશન ઓપ્શનલ છે)
હવે નવસેકું પાણી લઈને લોટમાં ધીમે ધીમે ઉમેરીને કઠણ લોટ બાંધીશું. ત્યારબાદ નાના કદના મુઠિયા બનાવીશું.
મુઠિયાને ઘીમાં ધીમી ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન્સ થાય ત્યાં સુધી તળીશું.મુઠિયાને ઘીમાં તળવાથી સ્વાદમાં વધારો થાય છે. તમે ઘીના બદલે તેલનો ઉપયોગ કરી શકો છો.
તળાયેલા મુઠિયા ઠંડા થાય ત્યારે તેના નાના ટુકડા કરીને મીક્સર જારમાં ગ્રાઈન્ડ કરીશું. દરદરો લોટ બનાવીશું. બોટને ચારણીથી ચાળી લઈશું.
હવે એક કઢાઈમાં 1 કપ ઘી લઈશું અને તેમાં 1.25 કપ ગોળ છીણેલો નાંખીશું. અને ઘીમાં ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરીશું.
ઘી ગોળનો પાયો બનાવતી વખેત ધ્યાન રાખવું ગોળ વધારે શેકાઈ ન જાય નહીં તો લાડવા કડક બનશે. ઘીમાં ગોળ ઓગળે એટલું જ ગરમ કરવાનું છે.
એક કઢાઈમાં અડધી ચમચી ઘી લઈને તેમાં ઝીણાં કાપેલા 1/4 કપ બદામ અને કાજુ શેકીશું અને લોટમાં ઉમેરીને સારી રીતે મીક્સ કરીશું.
આ લોટમાં ઘી ગોળનો પાયો ઉમેરીશું અને સારી રીતે મીકસ કરીશું. અને નાના કદના લાડવા બનાવીશું. તેને ખસખસ વડે કોટિંગ કરીશું.
આમ તમારા ચુરમા લાડુ તૈયાર થઈ જશે. અને ગણપતિ બાપ્પાને ભોગ લગાવી શકો છો.