Sep 01, 2025
ગણેશ જીને મોદક બહુ પ્રિય હોય છે. બજારમાં ઘણા પ્રકારના મોદક લાગુ મળે છે. અહીં એકદમ યુનિક પાન મોદક બનાવવાની રેસીપી આપી છે. ગણેશ મહોત્સવ, દિવાળી જેવા તહેવારોમાં પણ પાન મોદક જેવી મીઠાઇ બનાવી શકાય છે.
ડ્રાયફ્રૂટ્સ પાવડર, કોપરાની છીણ, વરિયાળી પાઉડર, ટુટી ફુટી, ગુલકંદ, દેશી ઘી, કન્ડેન્સ્ડ મિલ્ક, કપૂરી પાન, લીલા રંગનો ફુડ કલર
પાન મોદક બનાવવા માટે સૌપ્રથમ 3 થી 4 કપૂરી પાનના પત્તાની પેસ્ટ બનાવી કન્ડેન્સ્ડ મિલ્કમાં મિક્સ કરી લો. હવે બાકી રહેલા પાનને ઝીણા સમારીને આ મિશ્રણમાં મિક્સ કરી લો.
ગેસ ચાલુ કરી એક કઢાઈમાં ઘી ગરમ કરો. પછી કોપરાની છીણ ઉમેરી થોડીવાર માટે શેકી લો.
આ પછી કઢાઈમાં પાન અને કન્ડેન્સ્ડ મિલ્કનું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો.
આ મિશ્રણમાં એક ચપટી ગ્રીન ફૂડ કલર ઉમેરો. આ મિશ્રણ સહેજ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
હવે તેમાં ગુલકંદ, ટુટી ફ્રુટી, ડ્રાયફ્રુટ્સ અને વરિયાળીનો પાવડર ઉમેરો, બધી સામગ્રીને બરાબર મિક્સ કર્યા બાદ આ મિશ્રણને ઠંડુ થવા દો.
છેલ્લે આ મિશ્રણ માંથી મોદક બનાવો.
આ રીતે ઘરે બનાવેલા પાન મોદક ગણેશજીને પ્રસાદમાં ધરાવો.
આ રીતે ઘરે બનાવેલા પાન મોદક ગણેશજીને પ્રસાદમાં ધરાવો.