Aug 22, 2025

ગણેશ ચતુર્થી પર કંદોઈ જેવા જ મોતીચૂરના લાડુ ઘરે બનાવો, સરળ રેસીપી

Ankit Patel

મોતીચૂર લાડુ

ગણેશ ચતુર્થીના તહેવામાં ગણપતિ બાપ્પાને ખુશ કરવા માટે અલગ અલગ મોદક કે લાડુનો ભોગ લગાવવામાં આવે છે.

Source: social-media

મોતીચૂર લાડુ

આજે અમે તમારા માટે ગણેશ ચતુર્થી માટે ખાસ મીઠાઈ બનાવવાની એક સરળ રેસીપી લાવ્યા છીએ. તેનું નામ મોતીચૂર લાડુ છે.

Source: social-media

મોતીચૂર લાડુ

ગણેશજી આનાથી ખૂબ ખુશ થશે અને તમને ખૂબ આશીર્વાદ આપશે. બજાર જેવા મોતીચૂર લાડુ બનાવવા ખૂબ જ સરળ છે. નોંધી લો રેસીપી

Source: social-media

સામગ્રી

ચણાનો લોટ- 1 કપ, ખાંડ- 1 કપ, નારંગી ફૂડ કલર- 1 ચપટી, પાણી- 3/4 કપ, ઘી- 2 ચમચી

Source: social-media

બેટર તૈયાર કરવું

હવે એક વાટકીમાં એક કપ ચણાનો લોટ ચાળીને નાખો. થોડું પાણી ઉમેરો અને ઘટ્ટ ખીરું બનાવો. ખીરું વધારે પાતળું ન હોવું જોઈએ. હવે તેને સારી રીતે મિક્સ કરો.

Source: social-media

બુંદી પાડવી

ગેસ પર એક કઢાઈ મૂકો. તેમાં ઘી ઉમેરો. ઘી ગરમ થાય ત્યારે નાના કાણા વાળી ચારણીમાં બેટર નાંખીને એકદમ નાની બુંદી પાડો.તેને આછા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.

Source: social-media

ચાસણી બનાવવી

સૌપ્રથમ એક પેનમાં એક કપ ખાંડ અને પાણી નાખો. તેને ગેસ પર મૂકો અને ચાસણી એક તાર બને ત્યાં સુધી રાંધો.વચ્ચે વચ્ચે હલાવતા રહો. તેમાં નારંગી ફૂડ કલર પણ ઉમેરો.

Source: social-media

ચાસણીમાં મીક્સ કરવું

હવે તેને ચાસણીવાળા પેનમાં નાખો અને સારી રીતે મિક્સ કરો. તેને ઢાંકીને 3-4 મિનિટ માટે રહેવા દો જેથી ચાસણી સારી રીતે શોષાઈ જાય.

Source: social-media

લાડુ બાંધવા

હવે તેને ગોળ લાડુનો આકાર આપો. તમે તેને પિસ્તા, બદામ અથવા કિસમિસથી સજાવી શકો છો. આમ તૈયાર થઈ જશે મોતીચૂરના લાડુ.

Source: social-media

Source: social-media