ગાર્લિક ફ્રાઇડ રાઇસ રેસીપી, એકદમ હટકે સ્વાદ આવશે

Jun 18, 2025, 10:03 PM

ગાર્લિક ફ્રાઇડ રાઇસ

જો તમારી પાસે વધેલા ભાત હોય તો તમે એક ટેસ્ટી રેસીપી બનાવી શકો છો. આ રેસીપી એટલે ગાર્લિક ફ્રાઇડ રાઇસ.

ઘરે બનાવો

ગાર્લિક ફ્રાઇડ રાઇસ રેસીપી તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. તેનો અદ્ભુત સ્વાદ દરેકને પસંદ આવે છે.

ગાર્લિક ફ્રાઇડ રાઇસ સામગ્રી

તેલ, લાલ મરચું પાઉડર, ઝીણું સમારેલું લસણ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, ખમણેલું ગાજર, બ્રોકલી ઝીણા સમારેલા બીન્સ, મશરૂમ, રાંધેલા સફેદ ચોખા, મીઠું, કાળા મરી, ગ્રીન ચિલી સોસ, સોયા સોસ, ઝીણી સમારેલી લીલી ડુંગળી.

ગાર્લિક ફ્રાઇડ રાઇસ બનાવવાની રીત

આ માટે સૌથી પહેલા એક પેનમાં થોડું તેલ નાખીને ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં લાલ મરચું પાઉડર અને સમારેલું લસણ ઉમેરો અને ધીમા તાપે સાંતળો.

સ્ટેપ 2

બંને વસ્તુઓ સારી રીતે શેકી લીધા પછી પેનમાં એક પછી એક બધી શાકભાજી એટલે કે ડુંગળી, કેપ્સિકમ, ગાજર, બ્રોકોલી, મશરૂમ અને બીન્સ ઉમેરો અને હાઇ ફ્લેમ પર 2 મિનિટ સુધી રાંધો.

સ્ટેપ 3

આ પછી પેનમાં ચોખા નાખીને બરાબર હલાવો અને તે બધા સાથે સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 4

આ પછી તેમાં મીઠું, મરી, લીલા મરચાંની ચટણી, સોયા સોસ અને લીલી ડુંગળી મેળવી સારી રીતે મિક્સ કરી લો.

ગાર્લિક ફ્રાઇડ રાઇસ તૈયાર

થોડીવાર રાંધો અને આમ કર્યા પછી તમારા સ્વાદીષ્ટ ગાર્લિક ફ્રાઇડ રાઇસ તૈયાર થઇ જશે. તેને ગરમ ગરમ પીરસો.