ન્યુટ્રિશનિસ્ટ, કોન્શિયસ ફૂડ સલોની ઝવેરીએ લસણના તેલના ઘણા બધા ફાયદા જણાવ્યા છે, ચાલો જાણીયે...
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા 2014ના અભ્યાસ અનુસાર લસણના તેલમાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણો હોય છે જે ખીલ દૂર કરવામાં મદદરૂપ બને છે.
ખીલ મટાડવામાં અસર :
વાળ માટે ફાયદાકારક :લસણના તેલમાં વિટામિન અને ખનિજો જેવા કે B-6, C, મેંગેનીઝ અને સેલેનિયમ હોય છે, જે વાળને મજબૂત અને લાંબા બનાવે છે.
શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપે: સંશોધન મુજબ લસણનું તેલ શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપે છે, અને તે લક્ષણોની તીવ્રતા પણ ઘટાડી શકે છે. બીમારીમાંથી ઝડપથી સાજા થવામાં મદદ કરે છે.
હૃદયના આરોગ્યમાં સુધારો સાયન્સ જર્નલ Maturitasના એક રિસર્ચ મુજબ લસણના તેલના સેવનથી બ્લડ પ્રેશર ઘટે છે. તે ટ્રાઇગ્લિસરાઈડ્સ અને ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે.
લસણનું તેલ સલ્ફરના ગુણોધર્મોથી સમૃદ્ધ હોવાથી તે કાર્ડિયોવેસ્ક્યુલર બિમારીઓને પણ અટકાવે છે.