1/2 કપ ચોખા, 1/4 કપ મગની દાળ, સ્વાદ અનુસાર મીઠું, 1/2 હળદર પાવડર, જરૂર મુજબ પાણી
1 ચમચી ઘી, 1/2 ચમચી આખું જીરું, ચપટી હિંગ, 1/2 ચમચી સમારેલુ લસણ, 1/2 ચમચી આદુની પેસ્ટ, 1 સમારેલ ડુંગળી, 1 સમારેલ ટામેટું, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, પાલક પ્યુરી (1 બંચ પાલક, 1/2 ચમચી ફુદીનો, 1.5 ચમચી કોથમીર, 1 લીલું મરચું, 2-3 લસણ, પાણી)
1 ચમચી ઘી, 2 લસણની કળી, હિંગ, ચપટી કાશ્મીરી લાલ મરચું પાવડર
સૌ પ્રથમ ચોખા અને દાળ ધોઈને તેને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી નાખી મિક્ષ દાળ નાખો અને મીઠું અને હળદર નાખી 3-4 સીટી થાય ત્યાં સુધી કુક થવા દો.
ત્યારબાદ પાલક, ફુદીનો, કોથમીર, લીલા મરચા, લસણ અને પાણી નાખી ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરી લો અને પાલકની પ્યુરી તૈયાર કરો.
હવે ખીચડીનો વઘાર મુકો, એક પેનમાં ઘી નાખો, તેમાં આખું જીરું, ચપટી હિંગ,સમારેલ લસણ, આદુની પેસ્ટ, સમારેલ ડુંગળી, સમારેલ ટામેટું, સ્વાદ મુજબ મીઠું ઉમેરી સારી રીતે કુક થવા દો.
ત્યારબાદ બધા મસાલા ઉમેરો જેમાં જીરું પાવડર, ગરમ મસાલો અને પાલક પ્યુરી ઉમેરો અને સારી રીતે મિક્ષ કરો અને થોડી વાર કુક થવા દો.
હવે પાલક ખીચડી કુક થઇ જાય ત્યારબાદ તેમાં તડકા માટે એક નાના વઘારીયામાં ઘી, લસણની કળી, હિંગ અને ચપટી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો.
તૈયાર વઘારને તૈયાર ખીચડીમાં રેડો અને ગરમ ગરમ ગાર્લિક પાલક ખીચડીને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.