10-12 કળી લસણ (બારીક સમારેલું), 2 ચમચી ડુંગળી (બારીક સમારેલી), 2 ચમચી માખણ અથવા ઓલિવ તેલ, 1 ચમચી સોયા સોસ, 1/2 ચમચી વિનેગર, મીઠું સ્વાદ મુજબ, 1/2 ચમચી કાળા મરી પાવડર, 1 ચમચી લાલ મરચું પાઉડર
પહેલાથી રાંધેલા ચોખાને થોડા ઠંડા થવા દો જેથી તે ચોંટી ન જાય. જો તમારી પાસે બચેલા ભાત હોય તો તે શ્રેષ્ઠ રહેશે.
એક પેન અથવા વોકમાં માખણ અથવા ઓલિવ તેલ ગરમ કરો. તેમાં બારીક સમારેલું લસણ ઉમેરો અને ધીમા તાપે સોનેરી થાય ત્યાં સુધી શેકો. આનાથી લસણની સુગંધ સારી રીતે આવશે.
હવે સમારેલી લીલી ડુંગળી ઉમેરો અને હળવા હાથે સાંતળો. પછી તેમાં સોયા સોસ, વિનેગર, કાળા મરી પાવડર અને ચીલી ફ્લેક્સ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
તૈયાર મસાલામાં રાંધેલા ભાત ઉમેરો અને ધીમેથી મિક્સ કરો જેથી ચોખા તૂટે નહીં.
હવે તેને ધીમા તાપે ૨-૩ મિનિટ સુધી કુક કરો જેથી સ્વાદ સારી રીતે ભળી જાય, તૈયાર કરેલા લસણીયા ભાતને લીલી ડુંગળીથી સજાવીને ગરમા ગરમ પીરસો.