ગાંઠિયાનું શાક ઘરે બનાવો, એકદમ અલગ અને ટેસ્ટી બનશે

May 20, 2025, 07:21 PM

નવું શાક ટ્રાય કરો

દરરોજ એકને એક શાક ખાઇને કંટાળી ગયા હોય તો અમે તમારા માટે નવી રેસીપી લઇને આવ્યા છીએ.

ગાંઠિયાનું શાક રેસીપી

અહીં ગાંઠિયાનું શાક બનાવવાની રીત જણાવી રહ્યા છીએ. જે તમે ઘરે પણ સરળતાથી ટેસ્ટી બનાવી શકશો.

ગાંઠિયા નુ શાક બનાવવાની સામગ્રી

તેલ, ગાંઠિયા, રાઈ, જીરું, હિંગ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, લીલા ધાણા, ગરમ મસાલો, મીઠા લીમડાના પાન, સમારેલા લીલા મરચા, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, મીઠું, પાણી.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત - સ્ટેપ 1

ગાંઠિયા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ અને હિંગ નાખી તતડાવો.

સ્ટેપ 2

આ પછી તેમાં મીઠા લીમડાના પાન,સમારેલા લીલા મરચા, આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરો અને સારી રીતે શેકી લો. તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુધી ચડવા દો.

સ્ટેપ 3

તેલ અલગ થાય ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લો.

સ્ટેપ 4

હવે એમાં બે કપ ગરમ પાણી નાખી મિક્સ કરો. મિશ્રણ ઉકળવા લાગે ત્યાં સુધી ચડાવી લો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો.

ગાંઠિયાનું શાક તૈયાર

આ પછી ગાંઠિયા નાખી મિક્સ કરી બે મિનિટ ચડવા દો. આ પછી તેમાં લીલા ધાણા નાખી મિક્સ કરી લો. આ રીતે તમારું ટેસ્ટી ગાંઠિયાનું શાક તૈયાર થઇ જશે.

સર્વ કરો

ગાંઠીયાના શાકને તમે રોટલી, પરોઠા, પુરી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો.