શિયાળામાં સાદી નહીં પણ બનાવો આ યુનિક ગ્રીન પાવભાજી, ટેસ્ટી અને હેલ્થી રેસીપી

Dec 22, 2025, 02:28 PM

શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળે છે. શાકભાજીથી ભરપુર એટલે પાવભાજી એ દરેક ઘરમાં બને છે.

જોકે, તમે સાદી પાઉંભાજી ખાઈને કંટાળી ગયા છો તો તમારે યુનિક ગ્રીન પાવભાજી એકવાર ચોક્કસ ટ્રાય કરી જોઈએ.

ગ્રીન પાવભાજી ટેસ્ટની સાથે હેલ્થનું પણ ધ્યાન રાખે છે તો ચાલો ફટાફટ આ સાદી સરળ રેસીપી નોંધી લો.

સામગ્રી

બે બટાકા,ફણસી, ફૂલાવર, વટાણા, લીલા મરચા, આદુ, સુકું લસણ, લીલું લસણ અથલા લીલા ધાણાની ડાળખીઓ.

સામગ્રી

એક ઝુડી પાલક, લીલું લસણ, લીલા ટામેટા, ડુંગળી, બટર, લાલ મરચું, હીંગ, પાઉંભાજીનો મસાલો, લીલા ધાણા, લીંબુ.

શાકભાજી બાફવા

એક કુક્કરમાં સમારેલા બે બટાકા લો, તેમાં અડધો કપ કાપેલી ફણસી, અડધો કપ લીલા વટાણા, એક કપ કાપેલું ફૂલાવર, દોઢ ચમચી મીઠું અને થોડું પાણી ઉમેરીને બાફી લઈશું.

મરચાંની પેસ્ટ બનાવીશું

હવે એક મીક્સર જારમાં ઓછા મોળા મરચાં લો, તેમાં એક ઈંચ આદુનો ટુકડો લો, 10-12 લસણની કળીઓ લો, લીલું લસણ અથલા લીલા ધાણાની ડાળખીઓ લઈને પેસ્ટ તૈયાર કરો.

પાલકની પેસ્ટ તૈયાર કરવી

હવે એક બાઉલમાં ગરમ પાણી લો અને તેમાં બે કપ પાલકન પલાળી રાખો અને પછી મીક્સર જારમાં લઈને પેસ્ટ તૈયાર કરો.

વઘાર કરીશું

હવે એક કઢાઈમાં બે ચમચી તેલ લઈને હીંગ નાખીશું. ત્યારબાદ મરચાની પેસ્ટ અને કાપેલી ડુંગળી નાંખીને સારી રીતે સાંતળીશું.તેમાં ઝીણાં કાપેલી લીલા ટામેટાં ઉમેરીને મીક્સ કરીશુ.

પાલક પેસ્ટ ઉમેરીશું

ત્યારબાદ તેમાં ઝીંણું કાપેલું લીલુ લસણ, અને પાલકની પેસ્ટ ઉમેરી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી શેકો.

બાફેલા શાકભાજી ઉમેરીશું

હવે બાફેલા શાકભાજીને મેસ કરીને કઢાઈમાં ઉમેરીશું અને ઉપરથી ઝીંણા કાપેલા લીલા ધાણા, થોડું બટર અને પાવભાજીનો મસાલો ઉમેરીને સારી રીતે પાકવા દઈશું.

પાવ સાથે ગ્રીન ભાજીને સર્વ કરો

જો તમારે તડકો લગાવવો હોય તો પણ લગાવી શકો છો. અને આ ભાજીને શેકલા પાઉં સાથે સર્વ કરો. ખાવાની મજા પડી જશે.