સ્કિનકૅર ટિપ્સ: જો ખીલની સમસ્યાથી પરેશાન છે તો ફેસવોશ પછી આ 3 ઓઇલથી કરો મસાજ,

Apr 13, 2023

shivani chauhan

ફેસ પર ખીલએ દાગ જેવા લાગે છે.ખીલની સમસ્યા મોટા ભાગે યુવાનોમાં જોવા મળે છે,પરંતુ આ અહીં મેંશન કરેલા 3 ઓઇલથી રેગ્યુલર મસાજ કરવાથી ખીલની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.

હા, હેલ્થલાઈન અનુસાર કેટલાક ઓઇલ એવા છે જેનો ઉપયોગ સ્કિન પર કરવાથી પિમ્પલની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

કોકોનટ ઓઇલ :  ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કોકોનટ ઓઇલ અપ્લાઇ કરવું,કોકોનટ ઓઇલ સ્કિનને પોષણ આપે છે સાથે સ્કિનને મોસ્ચ્યુરાઇઝ કરે છે, વિટામિન-ઈ અને એન્ટી- બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર ઓઇલનો ઉપયોગ ફેસવોશ કર્યા કરી શકાય છે.

બદામ ઓઇલ :  પોષક તત્વોથી ભરપૂર બદામ ઓઇલ ખીલ પર ટોનિકની જેમ અસર કરે છે, બદામ ઓઇલ સ્કિનની સમસ્યાને દૂર કરે છે.

બદામ ઓઇલનો ઉપયોગ ફેસના પિમ્પલ પર કરવાથી સ્કિન સરળતાથી ક્લીન થઇ જાય છે, આ ઓઇલ ફેસમાં અંદર સુધી અવશોષિત થઇ જાય છે, તે એન્ટી-બેક્ટેરિયલ છે જે પિમ્પલને ઓછા કરવામાં મદદ કરે છે.

લવિંગ ઓઇલ :  લવિંગ ઓઇલમાં યુગેનૉલ એક કમ્પાઉન્ડ હોય છે જેમાં એન્ટી-બેકટેરિયલ ગુણ હોય છે, આ કમ્પાઉન્ડ ફેસના પીમ્પલને દૂર કરવામાં મદદ કરે છે અને સ્કિનની સુજનને પણ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે, આ તેલ સ્કિન ઇન્ફેકશન પેદા કરતા બેકટેરિયા સમયે લડે છે અને પિમ્પલની સમસ્યાથી છુટકારો અપાવે છે.