Mar 21, 2025
ઉનાળો શરૂ થઈ ગયો છે અને ગરમી પણ ધીમે ધીમે પડવાનું શરૂ થઈ ગયું છે ત્યારે લોકો ઉનાળામાં ગરમી અને લૂથી બચવા માટે અનેક ઉપાયોગ કરે છે.
ઉનાળાની સિઝનમાં ખાન પાન ઉપર ખાસ ધ્યાન આપે છે. ઉનાળામાં આવતા ફળો ગરમી સામે રક્ષણ આપવા માટે ખૂબ જ ઉપયોગી છે.
ઉનાળામાં શેરડીનો રસ, શક્કર દ્રાક્ષ, કેરી, તરબૂચ જેવા ફળો લોકો પ્રેમથી ખાય છે ત્યારે કાળઝાર ગરમીમાં શરીરને રક્ષણ આપવા માટે દ્રાક્ષ પણ એક અસરકારક ફળ છે.
ઉનાળામાં લોકો શેરીડનો રસ, કેરીનો રસ, ફાલસાનો રસ પીતા હોય છેત્યારે દ્રાક્ષનું કૂલર પણ ગરમીમાં શરીર માટે ફાયદા કારક છે. તો ચાલો જાણિએ દ્રાક્ષ કૂલરની રેસીપી.
કાળી દ્રાક્ષનું ઝુમખું (અહીં તમે લીલી દ્રાક્ષ પણ લઈ શકો), ફુદીના, આદુનો ટુકડો, સાકર, સોડા, સંચળ, લીંબુંનો રસ, ચાટ મસાલો, મરી પાઉડર
દ્રાક્ષ કૂલર બનાવવા માટે એક મીક્સર જારમાં તાજા ફૂદીનાના પાન લો, આદુનો ટુકડો નાખો, ઝૂમખામાંથી દ્રાક્ષ છૂટી પાડીને મિક્સરમાં નાંખો અને એકદમ ક્રસ કરી દો.
આ મીક્સરને ગરણીવડે એક વાસણમાં ગાળી લો, સંચળ, ચાટ મસાલો નાંખો, મરી પાઉડર જો નાંખવો હોય તો ઓપ્શનલ છે.
ત્યાર બાદ અડધુ લિંબુ કાપીને નાંખો તેમજ 25 મીલી સોડા ઉમેરો (અહીં લિંબ નાંખવું ઓપ્શનલ છે દ્રાક્ષની ખટાશ પર આધારીત છે.)
ત્યાર બાદ કાચ ગ્લાસમાં ડેકોરેટ કરીને આ કૂલર નાંખો અને ફૂદીના પાનથી ગાર્નિસ કરો અને મજા માણો.
આ મીક્સરને ચમચી વડે સારી રીતે મીક્સ કરો અને તેમાં આઈસ ક્યૂબ ઉમેરો.