Jul 11, 2025
ચોમાસું આવ્યું એટલે બાળકો ઝડપથી બીમાર પડી જાય છે. જોકે, બાળકોને ચોમાસામાં હેલ્ધી ફૂડ આપવું વધારે સારું.
ચોમાસામાં બાળકોને મગમાંથી બનતા હેલ્ધી લાડુ પણ આપી શકાય. આ લાડુ બાળકોની એનર્જીને બુસ્ટ કરશે.
એકદમ સોફ્ટ અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એવા મગના લાડુ બનાવવા એકદમ સરળ છે. તો રેસીપી નોંધી લો.
બે કપ મગ, ડ્રાયફ્રૂટ્સ (જરૂર પ્રમાણે), અડધો કપ ઘઉંનો લોટ, ખસખસ ગાર્નિસ માટે, ગોળ, અડધો કપ ઘી,ઈચાયચી.
સૌ પ્રમથ બે કપ મગને મીક્સર જારમાં લઈને એકદમ ફાઈન પાઉડર બનાવવો.
એક તાસમાં મગનો પાઉડર અને અડધો કપ ઘઉંનો લોટ લઈને તેમાં બે ચમચી ઘી ઉમેરીને સહેજ પાણી ઉમેરી કઠણ લોટ બાંધીશું.
ત્યારબાદ લોટમાંથી ભાખરી બનાવી તવી પર સેકીશું. અને સહેજ ઠંડી થાય ત્યાર ફરી મીક્સર જારમાં લઈને દરદરો પીસી લઈશું.
ભાખરીને દરદરી પીશી લીધા પછી એક તાસમાં કાઢી લો. તેમાં અડધો કપ ઘી ઉમેરીશું અને ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સ, અને ઈલાયચી પાઉડર ઉમેરીશું.
બધી સામગ્રી ઓગાળેલો ગોળ ઉમેરીને લાડુની બધી સામગ્રી સારી રીતે મીક્સ થાય ત્યારે તેમાંથી નાના કદના લાડું બનાવીશું અને ઉપરથી ખસખસથી ગાર્નિસ કરીશું.