2 ચમચી માખણ, 2 ચમચી તેલ, 1 આખું જીરું, 1 સમારેલી ડુંગળી સમારેલી, 1 સમારેલ કેપ્સીકમ, કોબીજ, 2 ટામેટાં, ફ્લાવર (ઓપ્શનલ), 2 બટાકા, 1 મુઠી વટાણા, 20-25 પાલકના પાન, 5-6 લસણની કળી, 3 લીલા મરચા, 1 ઇંચ આદુ, કોથમીર, સ્વાદ મુજબ મીઠું અને 2 ચમચી પાવ ભાજી મસાલો
સૌ પ્રથમ પાલક ધોઈને સાફ કરીને બાફી નાખો, આ ઉપરાંત બાકીના શાકભાજીમાં કોબીજ, ફ્લાવર, બટાકા, વટાણા વગેરે બધી શાકભાજી સમારીને પ્રેશર કુકરમાં બાફી લો.
શાકભાજી બફાઈ જાય એટલે તેને મેશરથી મેશ કરી લો. અને બાફેલી પાલકને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરીને પાલક પ્યુરી બનાવી લો.
હવે એક પેનમાં ભાજીના વઘાર માટે માખણ, તેલ, આખું જીરું, સમારેલી ડુંગળી નાખો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે કેપ્સીકમ, ટામેટાં, લસણ, લીલા મરચા, આદુ, નાખી બધું સારી રીતે કુક કરો.
ત્યારબાદ બાફેલી બધી મિક્ષ કરો અને પાલકની પ્યુરી મિક્ષ કરો. તેમાં કોથમીર, સ્વાદ મુજબ મીઠું અને પાવ ભાજી મસાલો નાખો અને સર્વિંગ પ્લેટમાં લઈને પાવ સાથે ગરમ ગરમ સર્વ કરો.