કેરી, ગાજર, મૂળાના અથાણાં તો બધાએ ખાધા જ હશે. અને તમે પણ આ બધા અથાણાં ખાઈને કંટાળી ગયા હશો.

Jan 28, 2025, 02:55 PM

જો તમે પણ કેરી અને બીજા અથાણાં ખાઈને કંટાળી ગયા છો તો ઘરે જ સરળતાથી વટાણાનું અથાણું તૈયાર થઈ શકે છે.

વટાણાનું અથાણું બનાવવા માટે તમારે કેટલી વસ્તુની જરૂર પડશે. આ બધી સમાગ્રી તમારી પાસે હોવી જોઈએ.

સામગ્રી

વટાણાનું અથાણું બનાવવા માટે તમારે વટાણાના દાણાં, હળદર, વરિયાળી, અજમો, લાલ મરચું, આમચૂર, તેલ, અથાણાનો મસાલાની જરૂર પડશે.

વટાણાનું અથાણું બનાવવાની રીત

વટાણાનું અથાણું બનાવવા માટે પહેલા લીલા વટાણાને ફોલીને દાણા અલગ કરવા અને પાણીમાં બરોબર ધોઈને સાફ કરવા. પાણી કાઢ્યા બાદ કઢાઈમાં તેલ નાંખીને મીડિયમ ફ્લેમ પર ગરમ કરો.

વટાણાનું અથાણું બનાવવાની રીત

તેમાં વરિયાળી, અજમો પણ સેકી દો અને હળદર પાઉડર અને લાલ મરચું નાંખીને સેકવા દો.

વટાણાનું અથાણું બનાવવાની રીત

ત્યારબાદ મીઠું નાંખા અને અથાણાનો મસાલો ઉમેરીને મિકસ્ કરી દો. પાંચ મીનીટ સેકાવા દઈને ગેસ બંધ કરી દો.

વટાણાનું અથાણું બનાવવાની રીત