ઉનાળો શરૂ થઈ ગયો છે અને ગરમી પણ ધીમે ધીમે પડવાનું શરૂ થઈ ગયું છે ત્યારે લોકો ઉનાળામાં ગરમી અને લૂથી બચવા માટે અનેક ઉપાયોગ કરે છે.
ઉનાળાની સિઝનમાં ખાન પાન ઉપર ખાસ ધ્યાન આપે છે. ઉનાળામાં આવતા ફળો ગરમી સામે રક્ષણ આપવા માટે ખૂબ જ ઉપયોગી છે.
ઉનાળામાં શેરડીનો રસ, શક્કર ટેટી, દ્રાક્ષ, કેરી, તરબૂચ જેવા ફળો લોકો પ્રેમથી ખાય છે ત્યારે કાળઝાર ગરમીમાં શરીરને રક્ષણ આપવા માટે ફાલસા પણ એક અસરકારક ફળ છે.
ઉનાળામાં લોકો શેરીડનો રસ, કેરીનો રસ, ફાલસાનો રસ પીતા હોય છેત્યારે દ્રાક્ષનું કૂલર પણ ગરમીમાં શરીર માટે ફાયદા કારક છે. તો ચાલો જાણિએ ફાલસા કૂલરની રેસીપી.
ફાલસા કૂલર બનાવવા માટે એક મીક્સર જારમાં તાજા ફૂદીનાના પાન લો, ફાલસાને મિક્સરમાં નાંખો અને એકદમ ક્રસ કરી દો.
આ મીક્સરને ગરણીવડે એક વાસણમાં ગાળી લો, સંચળ, ચાટ મસાલો નાંખો, મરી પાઉડર જો નાંખવો હોય તો ઓપ્શનલ છે.
ત્યાર બાદ અડધુ લિંબુ કાપીને નાંખો તેમજ 25 મીલી સોડા ઉમેરો (અહીં લિંબ નાંખવું ઓપ્શનલ છે )
આ મીક્સરને ચમચી વડે સારી રીતે મીક્સ કરો અને તેમાં આઈસ ક્યૂબ ઉમેરો.
ત્યાર બાદ કાચ ગ્લાસમાં ડેકોરેટ કરીને આ પ્રવાહી નાંખો અને ફૂદીના પાનથી ગાર્નિસ કરો અને મજા માણો.