Jamfal Chutney Recipe : જામફળમાંથી બનાવો ખાટી મીઠી ચટણી, જાણો ચટણી રેસીપી

Sep 30, 2024, 04:16 PM

જામફળ તેની મધુર મીઠાશ માટે જાણીતું ફળ છે જેને મસાલા સાથે અથવા એકલું ખાવામાં આવે છે, અહીં જામફળ માંથી બનતી યુનિક ચટણી રેસીપી શેર કરી છે, જે ખુબજ સ્વાદિષ્ટ બને છે. અહીં જાણો રેસીપી

સામગ્રી

1 પાકું જામફળ, 2 કળી લસણ, 1 લીલું મરચું, 8 થી 10 ફુદીનાના પાન, 2 આદુના ટુકડા, 1/2 ટીસ્પૂન જીરા પાવડર, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1/2 લીંબુનો રસ

જામફળ ચટણી રેસીપી

સૌ પ્રથમ પાક્કા જામફળ લો, એમાં 3-4 નાના કટ આપીને એમાં 2 લીલા મરચા અને લસણ લગાવો.

જામફળ ચટણી રેસીપી

હવે એ જામફળને આ રીતે ગેસ પર ફાસ્ટ ફ્લેમ પર ભુટ્ટાની જેમ બધી સાઈડ શેકી લો.

જામફળ ચટણી રેસીપી

શેકાઈ જાય એટલે જામફળઈ છાલ ઉતારી લો, ત્યારબાદ એને બ્લેન્ડરમાં મિક્ષ કરો.

જામફળ ચટણી રેસીપી

હવે એમાં ફુદીનાના પાન, આદુના ટુકડા, જીરા પાવડર, આમચૂર પાવડર અને લીંબુનો રસ નાખો સહેજ મીઠું નાખીને બ્લેન્ડ કરી લો, થઇ જાય એટલે સર્વિગ પ્લેટમાં લઈને સર્વ કરો.

ટિપ્સ

જો જામફળમાં મોટા બીજ હોય ​​તો ચટણીને ગાળી લો જેથી તે બીજ તમારી ચટણીમાં ના આવે.

Chinese Besan Toast Recipe : ચાઈનીઝ બેસન ટોસ્ટ સરળ રેસીપી