જામફળ (Guava) સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે અને તેનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે. તેના પાનમાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. તે માત્ર શરીરની અંદર જ નહીં પણ ત્વચાની બહાર પણ ખૂબ જ ફાયદાકારક છે.
જામફળમાં ફ્લેવોનોઈડ્સ, ટેનીન અને વિટામિન સી હોય છે, જે ખીલ, બળતરા અને ડાઘ જેવી સ્કિનની સમસ્યાઓ માટે સારી છે.
પાણીમાં મુઠ્ઠીભર જામફળના પાન ઉમેરો અને 15 મિનિટ ઉકાળો. પછી તેને ગાળી લો. આ પાણી એક ઉત્તમ ટોનર છે જેનો ફેસ વોશ તરીકે ઉપયોગ કરી શકાય છે. તે ત્વચાની સ્થિતિસ્થાપકતામાં સુધારો કરે છે અને ખીલને અટકાવે છે.
જામફળના પાનને સારી રીતે છીણી લો. તેમાં ખાંડ અને ઓલિવ તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેને ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરી શકાય છે.
મુઠ્ઠીભર જામફળના પાન છીણી લો. તેમાં થોડું મધ અને દહીં ઉમેરીને મિક્સ કરી શકાય છે. તેને તમારા ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો.
થોડા પાણીમાં જામફળના પાન નાખીને ઉકાળો. તેમાં કોટન બોલ ડૂબાવો અને તેને ખીલ વાળા વિસ્તારો પર લગાવો. જો ઉપલબ્ધ હોય તો તેમાં ટી ટ્રી ઓઈલ પણ ઉમેરી શકાય છે.