મોહનથાળ બનાવવો ખૂબ જ સરળ છે અને તેને તમે ઘણા દિવસો સુધી સ્ટોર પણ કરી શકો છો

May 13, 2024, 06:34 PM

સ્વાદથી ભરપૂર મોહનથાળ દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે. ચાલો જાણીએ મોહનથાળ બનાવવાની રીત

સામગ્રી

બેસન- 3 કપ, દેશી ઘી- 1 1/4 કપ, દૂધ- 1 કપ, સિલ્વર વર્ક- 2, ઇલાયચી પાઉડર- 1/4 ટી સ્પૂન, ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ, ઓરેન્જ ફૂડ કલર- 1 ચપટી, ખાંડ- 1 1/2 કપ

મોહનથાળ બનાવવા માટે સૌપ્રથમ તમે એક કળાઇમાં ચણાનો લોટ લો અને ધી નાંખો. હવે તેને સેકી લો.

ઘીમાં ચણાનો લેટ તમે ધીમી આંચ પર શેકી લો. જ્યાં સુધી તે બરાબર લાલ જેવો સેકાઇ ન જાય ત્યાં સુધી તમે લોટને સતત હલાવતા રહો

ચણાનો લોટ સેકાઇ ગયા પછી તેને એક બાઉલમાં કાઢી લો. આ પછી તેમાં થોડું દૂધ ઉમેરી બંનેને મિક્સ કરી લો. પછી તેને 20 મિનિટ માટે ઠડું થવા દો

પછી પેનમાં અડધો કપ પાણી સાથે 1 કપ ખાંડ ઉમેરો અને ચાસણી બનાવી લો. ચાસણી બહુ કડક ન આવે તેનું ખાસ ધ્યાન રાખવુ

જ્યારે તમારી ચાસણી તૈયાર થઇ જાય ત્યારે તેમાં ચણાનો લોટ મિક્સ કરી દો. સારી રીતે બંનેને મિક્સ કરીને એક ટ્રેમાં કાઢી લો અને તેને બરાબર પાથરી લો

આ પછી તમે મોહનથાળની ઉપર બદામ, એલચી પાઉડર, પિસ્તા, ચિરોલી પણ ગાર્નિસ કરી શકો છો

Chutney Recipes : આ ચટણીઓ તમારા ભોજનનો સ્વાદ બમણો કરશે