દાળ ઢોકળી રેસીપી, ગુજરાતી ટેસ્ટ માટે અપનાવો આ ટિપ્સ

Jan 27, 2025, 04:13 PM

દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જે મોટાભાગે દરેક ઘરોમાં બને છે.

દરેક ઘરમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ અલગ હોય છે. અમે અહીં દાળ ઢોકળીની રેસીપી જણાવી રહ્યા છે.

દાળ ઢોકળી સામગ્રી

તુવેરની દાળ, સીંગદાણા, તેલ, પાણી, ઘઉંનો લોટ, બેસન, લાલ મરચું પાઉડર, અજમો, મીઠું, ધાણજીરૂ પાઉડર, ગોળ, હળદર, ટામેટું, સુકી મેથી, રાઈ, જીરું, મીઠો લીમડો, હિંગ, કોથમીર, લીંબુનો રસ.

દાળ ઢોકળી બનાવવાની રીત

સૌ પ્રથમ તુવેરની દાળને પાણીથી ધોઈ 30 મિનિટ માટે પલાળી રાખો. આ પછી સ્ટીલ અથવા એલ્યુમિનિયમના પ્રેશર કૂકરમાં પાણી અને મીઠાની સાથે નાખો.3 સીટી વાગે ત્યાં સુધી મધ્યમ આંચ પર દાળને બાફો.

બાફેલી દાળને એક મોટા બાઉલમાં કાઢો અથવા ફરી કૂકરમાં જ બ્લેન્ડરની મદદથી પીસી લો. તેમાં 2 કપ પાણી નાખીને 5-10 સેકંડ માટે દાળને ફરીથી પીસી લો.

એક મોટી કડાઈમાં થોડું તેલ ગરમ કરીને તેમાં રાઈ નાખો. જ્યારે રાઈ ફૂટવા લાગે ત્યારે તેમાં જીરું, હીંગ, સૂકું લાલ મરચું અને લીમડાના પાન, હળદર નાખીને બરાબર મિક્ષ કરો.

બીજી તરફ ઢોકળી માટે લોટ બાંધવા ઘઉંનો લોટ, બેસન, અજમો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, તેલ અને મીઠું લો. તેમાં થોડી-થોડી માત્રામાં પાણી નાખીને પરોઠાના લોટ જેવો મુલાયમ લોટ બાંધી લો. તેને એક કપડાંથી ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.

લોટમાંથી રોટલી વણી તેનાં કાપા પાડી દાળમાં ઉમેરી લો.

હવે દાળ ઢોકળી બીજા બાઉલમાં કાઢી, બીજો વઘાર કરી, લીંબુનો રસ ઉમેરીને હલાવી લો. તેની ઉપર ધાણા સર્વ કરો. તમે તેને ભાત સાથે પણ ખાઇ શકો છો.