Gujarati Dal Recipe : ગુજરાતી દાળ આ સરળ ટ્રીકથી બનાવો, પરફેક્ટ બનશે, જાણો રેસીપી

Jun 20, 2024, 01:00 PM

ગુજરાતીઓના ઘરમાં ભાત સાથે ખાસ ગુજરાતી દાળ બનાવામાં આવે છે જે તુવેર દાળ છે તેનો થોડો ખાટો મીઠો અને તીખો ટેસ્ટ દાળના સ્વાદમાં વધારો કરે છે, આ સરળ રીતે બનાવો ગુજરાતી દાળ

સામગ્રી

2 કપ તુવેર દાળ, સ્વાદ અનુસાર મીઠું, 6-7 સીંગદાણા, 1 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 1 ચમચી હિંગ, 2 સમારેલ ટામેટા, 2 સૂકા લાલ મરચા, 2-3 લીલા મરચા, 1 ચમચી હળદર પાઉડર, 1/2 લાલ મરચું પાઉડર, 4-5 લવિંગ, 1/2 ગરમ મસાલા, 3-4 ગોળના ટુકડા, 2 ચમચી આંબલીનું પાણી, ચપટી મેથી દાણા, 7-8 મીઠા લીમડાના પાન, કોથમીર ગાર્નિશિંગ માટે

ગુજરાતી દાળ રેસીપી

સૌ પ્રથમ તુવેર દાળને 5-6 સીટી થાય ત્યાં સુધી પ્રેશર કુકરમાં બાફી લો. તમે દાળ બાફવામાં મીઠું, હળદર, સીંગદાણા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો.

ગુજરાતી દાળ રેસીપી વઘાર

હવે દાળના વઘાર માટે સૌ પ્રથમ કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો, તેમાં 1 ચમચી રાઈ નાખો, રાઈ તતડે એટલે જીરું, લવિંગ, સીંગદાણા અને હિંગ નાખો.

ગુજરાતી દાળ રેસીપી વઘાર

ત્યારબાદ વઘારમાં મીઠા લીમડાના પાન, ચપટી મેથી દાણા,સૂકા લાલ મરચા, 2-3 લીલા મરચા નાખી મિક્ષ કરો. હવે તેમાં બેઝિક મસાલા જેમ કે, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલા નાખી પ્રોપર મિક્સ કરો.

ગુજરાતી દાળ રેસીપી વઘાર

હવે ટામેટા ઉમેરો અને જરૂર મુજબ મીઠું ઉમેરી થોડી વાર માટે ટામેટા કુક થઇ ત્યાં સુધી રાખો. ટમાટર કુક થાય એટલે એમાં બાફેલી દાળ નાખી હલાવો અને જરૂર મુજબ પાણી ઉમેરો હવે થોડી વાર માટે 5-10 મિનિટ માટે ઉકાળો.

ગાર્નિશિંગ

હવે દાળમાં થોડો ગોળ અને આંબલીનું પાણી નાખો, 1 મિનિટ માટે ફરી ઉકાળો અને કોથમીરથી ગાર્નિશ કરી ગુજરાતી દાળ ભાત સાથે સર્વ કરો.

Snacks Recipe : વરસાદી મોસમમાં નાસ્તામાં ગરમા ગરમ બ્રેડ પકોડાની મજા માણો, જાણો રેસીપી