સુખડી બનાવવાની સામગ્રી : 1 કપ ઘી (થોડુંક થીજેલું), 1 કપ છીણેલો ગોળ, 1 કપ ઘઉંનો લોટ, થોડા સમારેલા ડ્રાયફ્રૂટ્સ
સુખડી બનાવવાની રીત : સૌ પ્રથમ એક મોટી કળાઇમાં ઘી નાંખો. ઘી પીગળે એટલે તેમાં લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો
ધ્યાન રાખો કે લોટ બહુ લાલ ન થઇ જાય. તેથી તેને ધીમી આંચ પર સતત હલાવ્યા કરો. લોટ શેકાઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરી 2થી 5 મિનિટ હલાવતા રહો
આ પછી સુખડી પાથરવા માટે થાળી લઈ તેને ઘી થી ગ્રીસ કરી આ થાળીમાં સુખડી પાથરો. થાળીમાં પાથરી ગરમ હોય ત્યારે જ તેના ચોસલા પાડી લો. નહીંતર ઠંડુ થયા પછી તેના પીસ નહીં થાય
હવે આ પાક ઉપર તમે સમારેલા કાજુ બદામને ઉપર ગાર્નિશ કરો. તમે ઇચ્છો તો તેમાં 2 ટે.સ્પૂન સુંઠ પાવડર ગોળ ઉમેરી શકો છો
આ સુખડીને ગરમા ગરમ ખાવાની પણ ખૂબ મજા આવે છે
સ્વાદથી ભરપૂર મોહનથાળ દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે. ચાલો જાણીએ મોહનથાળ બનાવવાની રીત