ભાખરી ગુજરાતની પ્રખ્યાત વાનગી. ઘઉંના લોટ માંથી બનતી ભાખરી શાક કે ચા સાથે ખાવાની મજા પડે છે. અહીં બિસ્કિટ ભાખરી બનાવવાની રેસીપી આપી છે. આ રીતે બનાવેલી ભાખરી અઠવાડિયા સુધી ફ્રેશ રહે છે.
ભાખરીનો લોટ, ઘઉંનો લોટ, તેલ, હળદર, મીઠું અને ઘી
એક બાઉલમાં 1 વાટકી ભાખરીનો જાડો લોટ અને ઘઉંનો ઝીણો લોટ લો.
લોટમાં તેલનું મોણ, 1 ચમચી હળદર અને મીઠું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી લો. ગરમ તેલનો પણ ઉપયોગ કરી છે. તેલના બદલે ગરમ ઘીનું પણ મોણ આપી શકાય છે.
ભાખરી લોટ બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો. ધીમે ધીમે ગરમ પાણી લોટમાં ઉમેરી કડક કણક બાંધવો.
ભાખરીનો લોટ બાંધ્યા બાદ 10 થી 15 મિનિટ સુધી રાખી મૂકો. આમ કરવાથી લોટ સારી રીતે ફુલી જશે, તેનાથી ભાખરી ક્રિસ્પી બનશે.
ભાખરી વણવાની પહેલા એકવાર ફરી લોટ મસળી લો.
લોટ માંથી નાના નાના લુઆ બનો વણી લો. ચમચી કે છરી વડે રોટલી પર નિશાન પાડી લો. રોટલી કરતા ભાખરી હોય છે. ભાખરી બિસ્કિટ જેટલી જાડી રાખવી.
ગેસ પર એક તેવ ગરમ કરી ભાખરીને બરાબર શેકી લો. ભાખરી ફુલે નહીં તેનું ધ્યાન રાખવું.
ભાખરી કડક અને ક્રિસ્પી બને તેની માટે બંને બાજુથી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી. જો તમારા ઘરે ઓવન હોય તો તેમા પણ ભાખરી શેકી શકાય છે.
આ રીતે બનાવેલી બિસ્કિટ ભાખરી અઠવાડિયા સુધી ફ્રેશ રહે છે. બિસ્કિટ ભાખરી પ્રવાસમાં લઇ જવા માટે સારી વાનગી છે.