Jul 08, 2025
ગુજરાતી પરિવારમાં સારો પ્રસંગ આવે ત્યારે લાપસી ચોક્કસ બને છે. નાના મોટા દરેક પ્રસંગોમાં લાપસી બને જ.
સરળ લાગતી લાપસી બનાવવી થોડી અઘરી છે કારણ કે લાપસી છૂટી બનવી જરૂરી છે.
ઘણી મહિલાઓ હશે જેમના હાથે છૂટી લાપસી બનતી નથી. તો છૂટી લાપસી બનાવવા માટે આ સિક્રેટ ટીપ્સ અપનાવો.
લાપસી માટેનો ઘઉંનો લોટ, ગોળ, ઘી, પાણી, બુરુ ખાંડ (લાપસી ઉપર ભભરાવવા માટે)
છુટી લાપસી બનાવવા માટે એક કૂકરમાં બે કપ જેટલું પાણી લઈને એક વાટકો ગોળ નાંખીને ઉકળવા દઈએ.
એક તાસમાં એક એક વાટકો લાપસીનો લોટ લઈને તેમાં એક ચમચી તેલ નાંખીને ટુવા આપીને લોટ તૈયાર કરો.
કૂકરમાં ગોળ વાળું પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં લોટ ઉમેરીને વેલણ વડે ત્રણ ચાર કાણાં પાડીશું. અને ઢાંકણું બંધ કરીને ત્રણ સીટી વગાડીશું.
કુકરની ત્રણ સીટી વાગી જાય ત્યારે વેલણ વડે લોટને સારી રીતે હલાવી મીક્સ કરીશું. અને થોડી ઠંડી થવા દઈશું.
હવે એક કઢાણીમાં બે ચમચી ઘી લઈને તેમાં બફાયેલો લોટ સારી રીતે 7-8 મિનિટ શેકીશું. જેથી આ લાપસી એકદમ છૂટી પડી જશે.
આમ તમારી છુટી લાપસી તૈયાર થઈ જશે. તમે ઉપરથી ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિસ કરીને સર્વ કરી શકો છો.